For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું, નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર

04:39 PM Dec 11, 2025 IST | revoi editor
ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું  નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર
Advertisement

ગાંધીનગર: ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે 12 ડિસેમ્બર સુધી શીત લહેરની ચેતવણી આપી છે, જેની સીધી અસર ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાન પર જોવા મળી છે. રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ઉત્તરભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે ગુજરાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.  સમગ્ર રાજ્યમાં સૌથી વધારે ઠંડું ગણાતા કચ્છના નલિયાનું તાપમાન નોંધપાત્ર ઘટાડા સાથે 10 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના મતે, હજુ બે દિવસ તાપમાન વધુ નીચું જવાની સંભાવના રહેલી છે. રાજ્યમાં હજુ ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં 13.8, ગાંધીનગરમાં 13.5, વડોદરામાં 13, રાજકોટમાં 13.2 અને સુરતમાં 19.4 ડિગ્રી ઠંડી પડી હતી. આવી જ રીતે કંડલા એરપોર્ટ ખાતે 11.5, ભૂજમાં 14.4, અમરેલીમાં 12. ભાવનગરમાં 15.4, ડીસામાં 12.8, સુરેન્દ્રમાં 15.5, પોરબંદરમાં 13.4, મહુવામાં 15.3, વલ્લભવિદ્યાનગરમાં 15.5, કેશોદમાં 15.5, દ્વારકામાં 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠંડી યથાવત્‌ રહેશે અને ઉત્તરથી આવતા પવનના વેગને કારણે રાત્રીના તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં ઠંડી વધતા લોકો રાત્રિના સમયે કામ વગર બહાર જવાનું ટાળે છે અને ઠંડીથી વચવા માટે ગરમ વસ્ત્રો તથા તાપણાનો સહારો લઈ રહ્યાં છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement