પ્રધાનમંત્રીએ ધનતેરસના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ દિવાળીના તહેવારોની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી શરૂ થઈ ચુકી છે. આજે ધનતેરસ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસના અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે,“દેશવાસીઓને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી હું ઈચ્છું છું કે તમારું જીવન હંમેશા સારા સ્વાસ્થ્ય અને સુખ અને સંપત્તિથી ભરેલું રહે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આયુર્વેદ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભગવાન ધન્વંતરિની જન્મજયંતિનો શુભ અવસર આપણી મહાન સંસ્કૃતિમાં આયુર્વેદની ઉપયોગીતા અને યોગદાન સાથે સંકળાયેલો છે. મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આયુર્વેદ - એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ સમગ્ર માનવતાના સ્વસ્થ જીવન માટે ઉપયોગી બની રહેશે.
X પર એક પોસ્ટમાં મોદીએ લખ્યું હતું કે, "આયુર્વેદ દિવસ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન ધન્વંતરિની જન્મજયંતિનો આ શુભ અવસર આપણી મહાન સંસ્કૃતિમાં આયુર્વેદની ઉપયોગીતા અને યોગદાન સાથે જોડાયેલો છે, જેનું મહત્વ આજે આખું વિશ્વ માની રહી છે. મને વિશ્વાસ છે કે ચિકિત્સાની આ પ્રાચીન પદ્ધતિ સમગ્ર માનવતાના સ્વસ્થ જીવન માટે નિરંતર ઉપયોગી બની રહેશે."