For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર, 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર

05:54 PM Aug 07, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર   10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર
Advertisement
  • કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી,
  • દેશમાં 2027 સુધીમાંકરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો ઉદ્દેશ,
  • મહિલાઓ કૃષિપશુપાલનહસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે

ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર દેશની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી. 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ છે. ગુજરાતની મહિલાઓને આ યોજનાનો બહોળો લાભ મળે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા છે. પરિણામે જુલાઇ 2025 સુધી રાજ્યમાં  5 લાખ 96 હજાર  જેટલી મહિલાઓની આવક એક લાખથી વધુ સુધી પહોંચી છે અને તેઓ ગર્વ સાથે ગુજરાતની ‘લખપતિ દીદી’  બની છે. આવનારા સમયમાં ગુજરાત 10 લાખ મહિલાઓને લખપતિ દીદી બનવા માટે મદદરૂપ થઇને મહિલા સશક્તિકરણનું અભૂતપૂર્વ ઉદાહરણ પ્રસ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે.

Advertisement

રાજયના તાલીમબધ્ધ કમ્યુનિટી રિસોર્સ પર્સન (સી.આ.પી.) દ્વારા અત્યારે 10.74 લાખ મહિલાઓની ઓળખ કરવામાં આવી છે જેઓ લખપતિ દીદી બની શકે છે. ઓળખ કરાયેલ સંભવિત લખપતિ દીદીની હાલની પ્રવૃત્તિ તથા તેમની પાસે ઉપલબ્ધ સ્ત્રોતો, થયેલ ખર્ચ અને આવકની વિગતો મેળવવા માટે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્રારા ડિજિટલ આજીવિકા રજીસ્ટર તૈયાર કરવામા આવ્યું છે. આ ડિજિટલ આજીવિકા રજીસ્ટરથી મળેલી માહિતિના આધારે ઓળખ કરવામાં આવેલી લખપતિ દીદીને તેમની જરૂરિયાત મુજબ તાલીમ, એસેટ, આર્થિક સહાય, તથા માર્કેટીંગ માટે  જરૂરી સપોર્ટ કરવામાં આવી રહ્યો છે.

આ યોજના  સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે જેથી તેમની વાર્ષિક આવક એક લાખથી વધુ થઇ શકે. મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે. તેના માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ  દ્વારા તાલીમ, આર્થિક સહાય અને બજાર સાથે જોડાણની સુવિધા આપવામાં આવે છે જેથી તેમની આવકમાં વધારો થઇ શકે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર લખપતિ દીદી માટે નીચેની વિગત અનુસાર આવક ગણતરી કરવામાં આવે છે:

Advertisement

  • કૃષિ અને સંલગ્ન વ્યવસાયની વર્ષ દરમિયાનની કુલ આવક.
  • નોન ફાર્મ એક્ટિવિટી જેવીકે મેન્યુફેક્ચરીંગ, ટ્રેડીંગ, સર્વિસીઝ વગેરેની આવક.
  • પરિવારમાં કોઈ વ્યક્તિ નોકરી કરતા હોય તો તેની આવક.
  • ફાર્મ તથા નોન –ફાર્મ વ્યવસાયમાં મજૂરી કામથી મળતી આવક.
  • સરકારના યોજનાકીય લાભ દ્વારા મળેલ રકમ.
  • કમિશન, માનદ વેતનથી પ્રાપ્ત આવક.
Advertisement
Tags :
Advertisement