For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નકલી અધિકારીઓની યાદીમાં સતત વધારો, હવે RAWનો નકલી અધિકારી ઝડપાયો

04:10 PM Nov 19, 2025 IST | revoi editor
નકલી અધિકારીઓની યાદીમાં સતત વધારો  હવે rawનો નકલી અધિકારી ઝડપાયો
Advertisement

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ એસટીએફની નોઈડા યુનિટે એક મોટી સફળતા મેળવી છે. લાંબા સમયથી ભારતીય ગુપ્તચર એજન્સી RAWનો અધિકારી હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરતો મહાઠગ એસટીએફના હાથે ઝડપાયો છે. સૂરજપુર વિસ્તારમાં આવેલી પેરામાઉન્ટ ગોલ્ફ ફોરેસ્ટ સોસાયટીમાં તપાસ હાથ ધરીને એસટીએફે બિહારના વૈશાલી જિલ્લાના રહેવાસી સુનીત કુમારને ઝડપી લીધો હતો.

Advertisement

એસટીએફ અધિકારી રાજેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે આરોપી સંગઠિત રીતે ફ્રૉડ ચલાવતો હતો અને બોગસ કંપની બનાવી શેર માર્કેટમાં રોકાણના નામે લોકો સાથે ઠગાઈ કરવાની તૈયારીમાં હતો. આરોપીના ફ્લેટમાંથી RAW ઓફિસરનું બોગસ આઈડી, બોગસ ઓળખપત્રો તથા વિવિધ દસ્તાવેજો મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી આ નકલી ઓળખનો ઉપયોગ કરી સરકારી કામ કરાવી આપવાનું, તપાસ પ્રભાવિત કરવાની અને ઉચ્ચ સ્તરીય સંપર્કો હોવાનો ભાસ પેદા કરી લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો.

આરોપીના ફ્લેટમાંથી એસટીએફને અનેક બેંકોની ચેકબુક, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, 5 PAN કાર્ડ, 17 જુદા જુદા નામે બનેલા એગ્રીમેન્ટ, 2 આધાર કાર્ડ, 3 મતદાર ઓળખપત્ર મળી આવ્યા હતા. તેમજ બેંક ખાતામાંથી જમા 40 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પૈસા મોટાભાગે ઠગાઈથી મેળવનામાં આવ્યા હોય તેવી શક્યતા છે.

Advertisement

એસટીએફ તપાસ કરી રહી છે કે આરોપી લાંબા સમયથી કયા નેટવર્ક સાથે કાર્યરત હતો અને કેટલા લોકો સાથે છેતરપીંડી આચરી છે. વિવિધ નામે બનાવાયેલા દસ્તાવેજોનો ઉપયોગ કરીને તે પોતાની સાચી ઓળખ છૂપાવી રાખતો હતો જેથી કોઈ એજન્સી તેની વાસ્તવિક પ્રવૃત્તિઓ સુધી પહોંચી ન શકે. આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

Advertisement
Tags :
Advertisement