હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સૌરાષ્ટ્રની ઘણી નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ, વીજ બિલો પણ ભરી શકતી નથી

05:39 PM Jan 27, 2025 IST | revoi editor
Advertisement

રાજકોટઃ સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકાઓની આર્થિક હાલત કફોડી બની છે. કૂલ 67 નગરપાલિકાઓમાંથી માત્ર ત્રણ નગરપાલિકા એવી છે કે તેના વીજળી બિલ બાકી નથી જ્યારે 64 નગરપાલિકાના 395 કરોડના વીજ બિલો બાકી છે. સૌથી વધુ સાવરકૂંડલા નગરપાલિકાનું કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી બોલે છે. તાજેતરમાં મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. એવી સુરેન્દ્રનગર પાલિકાનું પણ કરોડો રૂપિયાનું વીજ બિલો બાકી છે. નગરપાલિકાના સત્તાધિશો પ્રોપર્ટી ટેક્સ સહિતના વેરા ઉઘરાવવામાં નિષ્ફળ રહેતા આ સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામોડોળ બનતા વીજળી બિલો પણ ભરી શકતી નથી.  નગરપાલિકાઓ સ્ટ્રીટ લાઈટ તેમજ વોટર વર્કસ વિભાગની બાકી રહેતી કરોડોની રકમના વીજબીલો  ન ભરતા વીજ જોડાણ કપાવાની નોબત આવી છે.  જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લીધે ત્વરિત વીજ જોડાણો કપાય તેમ લાગતું નથી. રાજ્ય સરકારે નગરપાલિકાઓને કાયમી ધોરણે વીજ બિલોનું ભારણ દૂર કરવા સોલોર માટે સહાય કરવામાં આવી રહી છે.

પીજીવીસીએલના સૂત્રોના કહેવા મુજબ સૌરાષ્ટ્ર કચ્છની કુલ 67 નગરપાલિકા પૈકી માત્ર 3 નગરપાલિકા એવી છે કે જેનું એક પણ વીજ બિલ બાકી નથી જેમાં જામજોધપુર, ધોરાજી અને વાંકાનેરનો સમાવેશ થાય છે જયારે બાકીની 64 નગરપાલિકા એવી છે કે જેની પાસેથી PGVCLને કુલ રૂ.395 કરોડના વીજ બિલ 31.12.2024 સુધીના લેવાના બાકી બોલે છે. મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપનું જ શાસન છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાઓ પણ સરકારને દેણામાં મૂકી રહી છે અને બાકી બીલો ભરવામાં ગલા તલા કરી રહી છે. સૌરાષ્ટ્ર ક્ચ્છની 67 પૈકી જામજોધપુર, ધોરાજી અને વાંકાનેર નગરપાલિકાને બાદ કરતા તમામ નગરપાલિકાના બિલ ભરપાઈ કરવાના બાકી બોલે છે.

Advertisement

પીજીવીસીએલના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છની 67 પાલિકા પૈકી 64 પાલિકાના કુલ 395 કરોડ રૂપિયાના વીજબીલ બાકી છે. બાકીના ગ્રાહકોમાં વીજબીલ બાકી મામલે સખ્તાઈ રાખવામાં આવે છે એટલી સખ્તાઈ અમે અહીંયા કરી શકતા નથી. આ રકમ ભરપાઈ કરવા માટે વીજકંપની દ્વારા તમામને નોટિસ ફટકારવામાં આવી છે. વીજ તંત્ર સંપૂર્ણ વીજ કનેક્શન કાપી  શકતુ નથી. પણ કેટલીક વખત પાલિકા દ્વારા ભરપાઈ કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં સ્ટ્રીટ લાઇટ કનેક્શન કટ પણ કરવામાં આવશે. જોકે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આ રકમ ચૂકવી દેવામાં આવતી હોય છે. બે વર્ષ પૂર્વે 300 કરોડ જેટલી રકમ મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા અમને ચુકવવામાં આવી હતી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratieconomic condition worsenedGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSmany municipalitiesMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharsaurashtraTaja Samacharviral news
Advertisement
Next Article