For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

26 માર્ચ 1974ના દિવસે શરૂ થયું હતું 'ચિપકો' આંદોલન, આજે પણ સચવાયેલા છે વૃક્ષો

11:03 AM Mar 26, 2025 IST | revoi editor
26 માર્ચ 1974ના દિવસે શરૂ થયું હતું  ચિપકો  આંદોલન  આજે પણ સચવાયેલા છે વૃક્ષો
Advertisement

અમદાવાદઃ છોટાઉદેપુર પાસે આવેલા નાલેજ પીપલેજના જંગલોમાં 26 માર્ચ 1974ના દિવસે થયું હતું, 'ચિપકો' આંદોલન થયું હતું. જે ચિપકો આંદોલનના ફળ સ્વરૂપે છોટાઉદેપુર જિલ્લાની ભૂમિ પર લાખોની સંખ્યામાં મહુડાના વૃક્ષો સચવાયેલા છે. આ વૃક્ષોથકી આદિવાસી સમાજના લોકો મઆવક મેળવે છે. આદિવાસીઓ ગૌણ પેદાશની મહુડા ડોલીમાંથી આવક મેળવે છે. મહુડોએ આદિવાસીઓનું કલ્પવૃક્ષ છે.

Advertisement

મહુડાને આદિવસી સમાજ પિતા તુલ્ય માને છે. મહુડો હવામાં ઓક્સિજન આપે છે. શીતળ છાંયડો આપે છે એ ઉપરાંત,ઔષધિય ગુણો પણ ધરાવે છે.  મહુડાના ફૂલમાંથી લાડુ પણ બનાવવાય છે. તો મહુડાના ફળમાંથી ખાદ્ય તેલ પણ કાઢવામાં આવે છે. મહુડાનામાંથી દારૂ બનાવવામાં આવે એમ માની મહુડાના વૃક્ષોને કાપી નાખવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો, તે વખતના ઉત્તરપ્રદેશ અને આજના ઉત્તરાખંડના જંગલોની સુરક્ષા માટે સ્થાનિક લોકોએ ચિપકો આંદોલન શરૂ કર્યું હતું.

આ આંદોલનનું મૂળ કેન્દ્ર ચમોલી જિલ્લાનું રેની ગામ હતું. પરંતુ તે આંદોલનની અસર છોટાઉદેપુર જિલ્લામાં પણ થઈ હતી અને પૂર્વ નાણાંમંત્રી સ્વર્ગીય સનત મહેતા, સ્વ. હરિવલ્લભ પરીખની આગેવાનીમાં નાલેજ પીપલેજના જંગલોમાં આદિવાસી મહિલાઓ મહુડાના વૃક્ષોને ચીપકી ગયા હતા જેથી વૃક્ષો કાપવમાં ના આવે. આ આંદોલનનાં ફળ સ્વરૂપે છોટાઉદેપુર જિલ્લામાં ખુબ સારા પ્રમાણમાં મહુડાના વૃક્ષો સચવાયેલા જોવા મળી રહ્યાં છે, જે મહુડાના વૃક્ષથી સ્થાનિક લોકો આજે પણ સારી આવક મેળવી રહ્યાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement