For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ' અને 'ફૂડ ફૉર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ

01:53 PM Nov 13, 2025 IST | revoi editor
 અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ  અને  ફૂડ ફૉર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ
Advertisement
  • મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના સપથ ગ્રહણ કર્યા
  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની વિશેષ ઉપસ્થિતિ
  • મુખ્યમંત્રીએ કેનવાસ પર સહી કરી ગુજરાતમાં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ -2030 માટે તૈયાર છે, તેને ગૌરવ પૂર્ણ ક્ષણ ગણાવી

અમદાવાદ, 13 નવેમ્બર, 2025: Ahmedabad International Book Festival and Food for Thought Fest 2025 સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025” તથા “ફૂડ ફૉર થોટ ફેસ્ટ 2025” આજથી શરૂ થઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલે બુક ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઉપસ્થિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.

Advertisement

પ્રારંભે મુખ્યમંત્રી તથા મહાનુભાવો દ્વારા ભારત માતાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને “નવું ભારત @150” ગીતનું ગાન થયું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “મિશન ફૉર મિલિયન ટ્રીઝ” કોફી ટેબલ બુકનું અનાવરણ કરી વિવિધ શૈક્ષણિક અને સાહિત્યિક ઝોન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કેનવાસ પર સહી કરી ગુજરાતમાં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ -2030 માટે તૈયાર છે, તેને ગૌરવ પૂર્ણ ક્ષણ ગણાવી હતી.

book festival amdavad
book festival Amdavad

ભારતીય-અમેરિકન લેખક  જય પટેલે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા  સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તેમનું પ્રથમ પુસ્તક "બેરિસ્ટર મિસ્ટર પટેલ" પ્રકાશિત કર્યું છે, જેનું મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર  પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકના સહ-લેખક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને વાર્તાકાર અભિષેક દુધૈયા છે.

Advertisement

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક  ફેસ્ટિવલ અને ફૂડ ફૉર થોટ ફેસ્ટ 2025માં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે, માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ લિંક પર https://drive.google.com/file/d/1Z2oWVkkv_Xjkx7N3f6zLt9hrKVpCKUO7/view?usp=drive_link  થી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ અને 'ફૂડ ફૉર થોટ ફેસ્ટ અંતર્ગત યોજાનારા વિવિધ સાહિત્યિક - સાંસ્કૃતિક કાર્યક્રમ નિઃશુલ્ક માણી શકાશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તથા ફૂડ ફૉર થોટ ફેસ્ટ 2025ના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન,  સામાજિક અને ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા અને મંત્રી રિવાબા જાડેજા, રાજ્ય સભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, અમદાવાદ શહેરના સ્થાનિક ધારાસભ્યો, પૂર્વ મંત્રી રજનીકાંત પટેલ, અગ્રણી  પ્રેરકભાઈ શાહ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા  ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ ડાંગા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર  બંછાનિધિ પાની, ક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન  જયેશ ત્રિવેદી, નેશનલ બુક ટ્રસ્ટ ભારતના અધ્યક્ષ પ્રોફેસર મિલિંદ સુધાકર, નેશનલ બુક ભારતના નિયામક યુવરાજ મલિક, સાઉથ એશિયન એસોસિએશન ફૉર ગેસ્ટ્રોનોમી (S.A.A.G)ના ફાઉન્ડર અને ડિરેક્ટર મનીષ બહેટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ મહાનુભાવો, સાહિત્યકારો અને  મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement