For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બાળ અધિકાર સંરક્ષણ આયોગ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી બાળકોના વિકાસ માટે કામ કરશે

05:00 PM Apr 18, 2025 IST | revoi editor
બાળ અધિકાર સંરક્ષણ આયોગ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી બાળકોના વિકાસ માટે કામ કરશે
Advertisement
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની બેઠક મળી
  • સ્વૈચ્છિક સંસ્થાઓએ બેઠકમાં ભાગ લીધો
  • બાળ સુરક્ષાચાઈલ્ડ પોલિસી તથા બાળકોના અધિકારો વિશે ચર્ચા કરવામાં આવી

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ  ધર્મિષ્ઠાબેન વી. ગજ્જરની ઉપસ્થિતિમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રોમાં બાળકોના હિત માટે કાર્યરત સંસ્થાઓએ ભાગ લીધો હતો તેમ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Advertisement

વિવિધ એન.જી. ઓ.ના પ્રતિનિધિઓએ પોતાનું કાર્યક્ષેત્ર, કાર્યપદ્ધતિ, હાલની કામગીરી, સફળતાઓ તથા પડકારો અંગે આ બેઠકમાં વાતચીત કરી હતી. આ ઉપરાંત બાળ સુરક્ષા, ચાઈલ્ડ પોલિસી તથા બાળકોના અધિકારો જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ બેઠક દ્વારા એન.જી.ઓ. અને બાળ આયોગ વચ્ચે સહયોગ વધુ મજબૂત બનશે.  આગામી સમયમાં આયોગ દ્વારા કરવામાં આવનાર કામગીરીની રૂપરેખા નિર્ધારિત કરવામાં આવી છે. આ ઉપરાંત બેઠકમાં ઉપસ્થિત સૌએ બાળકોના સર્વાંગી વિકાસ માટે એકસાથે મળીને કાર્ય કરવા પ્રતિબદ્ધ બનવા સંકલ્પ લીધા હતા.

Advertisement

આ કાર્યક્રમમાં સચિવ  ડી.ડી. કાપડિયા, શ્રીમતી કૌશલ્યા કુવરબા તથા વિવિધ એન.જી. ઓ.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement