વડોદરામાં નવરાત્રીના યુનાઈટેડ વેના પાસ લેવા ધક્કામુકીમાં કાચ તૂટ્યા, 5ને ઈજા
- અલકાપુરી કલબમાં સ્થિતિ વણતા પોલીસ કાફલો દોડી આવ્યો,
- રૂ. 5500 ચૂકવ્યા બાદ પણ કોઈ સુવિધાન હોવાનો ખેલૈયાઓએ બળાપો કાઢ્યો,
- પૈસા ભરીને લાઈનમાં ઊભેલા લોકોની ધીરજ ખૂટી
વડોદરાઃ નવલી નવરાત્રીનો આવતીકાલે તા,22મીને સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. અમદાવાદ, વડાદરા સહિત અને શહેરોમાં પાર્ટી પ્લોટ્સ. કલબોમાં નવરાત્રી ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં પ્રસિદ્ધ યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘુમવા માગતા ખેલૈયાઓને સમયસર પાસ ન મળતા આજે પાસ લેવા માટે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અલકાપુરી ક્લબ ખાતે દોડી આવતા અને લાઈનોમાં ઊભા રહેવા છતાયે પાસ ન મળતા લોકોએ ધક્કામુકી કરી હતી. ધક્કામુકીને કારણે કાચ તૂટતા 5 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડાયા હતા. ભારે અવ્યવસ્થાને લીધે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
વડોદરામાં થતા ગુજરાતના સૌથી મોટા યુનાઈટેડ વે ગરબાના પાસ મેળવવામાં ખેલૈયાઓમાં આજે ભારે અફરાતફરી મચી હતી. ધક્કામુક્કીમાં કાચ તૂટતા 5 લોકોને ઈજા થતાં 108 દ્વારા સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. સ્થિતિ વધુ બગડે નહીં તે માટે અલ્કાપુરી ક્લબ ખાતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. રૂ. 5500 ચૂકવ્યા બાદ પણ કોઈ સુવિધાન હોવાનો ખેલૈયાઓએ બળાપો કાઢ્યો હતો. ખેલૈયાઓના હોબાળા બાદ આયોજક તરફથી મામલાનો શાંત પાડવાનો પ્રયાસ કરાયો હતો. જે ખેલૈયાઓએ બુકીંગ કરાવ્યું છે તેઓને ગરબા ગ્રાઉન્ડ પર ક્યુઆર કોડ સ્કેન કરી પ્રવેશ આપવાની ખાતરી આપવામાં આવી હતી. ખેલૈયાઓએ જે મોબાઈલથી બુકીંગ કરાવ્યું છે તે સાથે રાખવા કહેવાયું છે.
વડોદરાના યુનાઈટેડ વેના ગરબા વિશ્વપ્રસિદ્ધ છે અને આ ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમમાં માગતા ખેલૈયાઓ દર વર્ષે હજારો રૂપિયા ખર્ચ કરતા હોય છે. આ વર્ષે પાસ ની કિંમત 5500 રાખવામાં આવી છે. અને પાસ ઘરે મળી રહે તે માટે કુરિયરના રૂપિયા 100 અલગથી લેવામાં આવ્યા હતા. ખેલૈયાઓને કોઈ કારણોસર કુરિયમાં પાસ ન મોકલાયા અને આજે અલ્કાપુરી ક્લબ ખાતે પાસ લેવા માટે રૂબરૂ બોલાવતા અફરાતફરી મચી હતી. ધક્કામુક્કી થતા દરવાજાના કાચ તૂટ્યા હતા જેમાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોબાળાના કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.