For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન 13મી ફેબ્રુઆરીથી ગુરૂવાર અને શનિવારે દોડશે

06:03 PM Feb 11, 2025 IST | revoi editor
ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન 13મી ફેબ્રુઆરીથી ગુરૂવાર અને શનિવારે દોડશે
Advertisement
  • ભાવનગરથી હરિદ્વારની સીધી ટ્રેન શરૂ કરાતા પ્રવાસીઓને રાહત
  • ભાવનગરથી ટ્રેન દર ગુરૂવારે રાતે 10.20 કલાકે ઉપડશે
  • હરિદ્વારથી દર શનિવારે સવારે 5 વાગ્યે ટ્રેન ભાવનગર જવા રવાના થશે,

ભાવનગરઃ હરિદ્વાર જવા માટે ભાવનગરથી ટ્રેનની કોઈ સુવિધા ન હોવાથી લોકોની ઘણા સમયથી માગ હતી. તેથી હવે તા. 13મી ફેબ્રુઆરીથી ભાવનગર હરિદ્વારા વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. દર ગુરૂવારે ભાવનગરથી હરિદ્વાર જવા માટે રાત્રે 10.20 કલાકે ટ્રેન મળશે. જ્યારે હરિદ્વારથી ભાવનગર આવવા માટે દર શનિવારે સવારે 5 વાગ્યે ટ્રેન રવાના થશે.

Advertisement

રેલવે બોર્ડે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધી દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ આ સેવા 13 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે. ટ્રેન નંબર 19271 (ભાવનગર-હરિદ્વાર) દર ગુરુવારે રાત્રે 20:20 કલાકે ભાવનગરથી ઉપડશે અને શનિવારે સવારે 03:40 કલાકે હરિદ્વાર પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 19272 (હરિદ્વાર-ભાવનગર) દર શનિવારે સવારે 05:00 કલાકે હરિદ્વારથી પ્રસ્થાન કરશે અને રવિવારે બપોરે 12:00 કલાકે ભાવનગર પહોંચશે.

ભાવનગર- હરિદ્વાર ટ્રેન આવતા અને જતાં  કુલ 35 સ્ટેશનો પર રોકાણ કરશે, જેમાં ભાવનગર પરા, સુરેન્દ્રનગર, મહેસાણા, જોધપુર, હિસાર, પટિયાલા અને સહારનપુર જેવા મુખ્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે. મુસાફરોની સુવિધા માટે ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ટ્રેન માટે બુકિંગનો પ્રારંભ થઈ ગયો છે. અને હરિદ્વાર જનારા પ્રવાસીઓ માટે આ ટ્રેન ઉપયોગી બનશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement