For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

107 વર્ષ પહેલા ભારતીય સિનેમાની આ પ્રથમ ફિલ્મમાં અભિનેતાએ બે રોલ ભજવ્યા હતા

09:00 PM Sep 11, 2024 IST | revoi editor
107 વર્ષ પહેલા ભારતીય સિનેમાની આ પ્રથમ ફિલ્મમાં અભિનેતાએ બે રોલ ભજવ્યા હતા
Advertisement

જ્યારે મુખ્ય અભિનેતા ફિલ્મમાં ડબલ રોલ કરે છે, ત્યારે તે ફિલ્મ જોવાની મજા વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો,કે ભારતીય સિનેમાની પ્રથમ ડબલ રોલ ફિલ્મ કઈ હતી? તમે 'રામ ઔર શ્યામ' માં દિલીપકુમાર, 'સીતા ઔર ગીતા'માં હેમા માલિની, 'કિશન કન્હૈયા'માં અનિલ કપૂર,'જુડવા'માં સલમાન ખાન અને 'ડુપ્લિકેટ'માં શાહરૂખ ખાનનો ડબલ રોલમાં જોયો જ હશે. પણ શું તમે જાણો છો કે, ભારતીય સિનેમાની પહેલી ફિલ્મ કઈ હતી જેમાં અભિનેતાએ બે રોલ ભજવ્યા હતા. આ ફિલ્મ107 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી, અને તેણે કમાલ કર્યો હતો. ધાર્મિક ગ્રંથ 'રામાયણ' પર આધારિત ફિલ્મ લંકા દહન વર્ષ 1917માં રિલીઝ થઈ હતી તે ભારતીય સિનેમાની પ્રથમ ફિલ્મ હતી જેમાં એક અભિનેતાએ બે રોલ ભજવ્યા હતા. આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી વાતો છે જેના વિશે દરેક સિનેમા પ્રેમીએ જાણવુ જોઈએ.

Advertisement

IMDb (ઇંનટરનેટ મુવી ડેટાબેસ) જણાવ્યા અનુસાર, ભારતીય સિનેમાનું નિર્માણ ભારત આઝાદ થયું તેના ઘણા વર્ષો પહેલા થયું હતું. દાદા સાહેબ ફાળકે દ્વારા દિગ્દર્શિત અને નિર્મિત ફિલ્મ લંકા દહન વર્ષ 1917માં રિલીઝ થઈ હતી. અન્ના સાલુંકેએ આ ફિલ્મમાં એક સાથે બે પ્રાત્રો ની ભુમિકા ભજવી હતી. શ્રી રામની ભૂમિકા અને તેમણે માતા સીતાની ભૂમિકા પણ ભજવી હતી. કારણ કે જ્યારે ફિલ્મો શરૂ થઈ ત્યારે મહિલાઓ ફિલ્મોમાં કામ કરતી ન હતી. અભિનેત્રીની ભૂમિકા પણ એક અભિનેતાએ ભજવી હતી. આ ભારતીય સિનેમાની પ્રથમ ફિલ્મ હતી જેમાં એક જ કલાકારે બે રોલ નિભાવ્યાં હતા. તે વખતે આ ફિલ્મે ઈતિહાસ રચ્યો હતો.
'લંકા દહન'ને કેવો પ્રતિસાદ મળ્યો?

'લંકા દહન' (1917) ભારતીય સિનેમામાં 'રામાયણ' પર બનેલી પ્રથમ ફિલ્મ હતી, તેથી તે લોકો માટે આશ્ચર્યજનક ફિલ્મ હતી.1917માં આ ફિલ્મે અજાયબીઓ કરી હતી અને તેનું કલેક્શન પણ જબરદસ્ત હતું. કહેવાય છે કે આ ફિલ્મ પછી દાદાસાહેબ ફાળકેની ફિલ્મના તમામ શો હાઉસફુલ થઈ જતા હતા અને લોકો પહેલી ટિકિટ ખરીદવા માટે ટિકિટ કાઉન્ટર પર લડતા હતા. આ ફિલ્મ તમે YouTube પર ફ્રીમાં જોઈ શકો છો.

Advertisement

Advertisement
Tags :
Advertisement