For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નેપાળના બારા જિલ્લામાં ફરી તણાવ: Gen-Z ફરી રસ્તામાં ઉતર્યાં

04:48 PM Nov 20, 2025 IST | revoi editor
નેપાળના બારા જિલ્લામાં ફરી તણાવ  gen z ફરી રસ્તામાં ઉતર્યાં
Advertisement

નેપાળના બારા જિલ્લાના સિમરા વિસ્તારમાં ફરી એકવાર તણાવજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. બુધવારે Gen-Z યુવાનો અને CPN-UML પાર્ટીના કાર્યકરો વચ્ચે થયેલી અટકાયતમાં બાદબાકી ગુરુવારે યુવાનો ફરી રસ્તા પર ઉતરતા પરિસ્થિતિ બગડતાં જિલ્લા પ્રશાસને બપોરે 12:45થી રાતે 8 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવાનો આદેશ આપ્યો છે.

Advertisement

ગુરુવારે સવારે 11 વાગ્યે મોટી સંખ્યામાં Gen-Z યુવાનો સિમરા ચોક ખાતે ભેગા થયા હતા. યુવાઓની ભીડ વધતા પોલીસએ તેમને હટાવવા બળનો ઉપયોગ કર્યો, જેના પગલે પરિસ્થિતિ વધુ ગંભીર બની અને કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે. Gen-Z નો આક્ષેપ છે કે બુધવારે થયેલી અથડામણ બાદ UML કાર્યકરો સામે તેમની ફરિયાદ નોંધાઈ હોવા છતાં તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી નથી.

આક્ષેપોના પગલે પોલીસે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.બુધવારની અથડામણમાં Gen-Zના 6 સમર્થકો ઘાયલ થયા હતા. આ ઘટનાના અનુસંધાનમાં Gen-Z જૂથે UMLના 6 કાર્યકરો સામે ફરિયાદ કરી હતી. Gen-Zના જિલ્લા સંયોજક સમ્રાટ ઉપાધ્યાયએ જણાવ્યું કે બધા આરોપીઓને ન પકડી શકવાને કારણે યુવાનો ફરીથી વિરોધમાં ઉતરે છે. બુધવારે તણાવ એટલો વધી ગયો હતો કે પોલીસને આંસુ ગેસના શેલ છોડવા પડ્યા હતા, જેના કારણે સિમરા એરપોર્ટને આવેલી ઉડાનો અસ્થાયી રીતે સ્થગિત કરવી પડી હતી.

Advertisement

બારા જિલ્લાના મુખ્ય માર્ગો, ચોરાહાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોની કડક તહેનાતી કરવામાં આવી છે. પ્રશાસન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે, કારણ કે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય તણાવ અને અથડામણોની આવર્તતા વધી રહી છે.

Advertisement
Tags :
Advertisement