હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

મધ્યપ્રદેશમાં ચોમાસાને પગલે ટી20 લીગ ઈન્દોરને બદલે ગ્વાલિયરમાં રમાશે

10:00 AM May 26, 2025 IST | revoi editor
Advertisement

મધ્યપ્રદેશ ટી20 લીગનું આયોજન ઇન્દોરને બદલે ગ્વાલિયરમાં કરવામાં આવશે. ચોમાસાને કારણે આયોજકોએ આ નિર્ણય લીધો છે. આ લીગ 27 મેથી શરૂ થશે અને 12 જૂન સુધી ચાલશે, જેની બધી મેચ શંકરપુરના શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

Advertisement

આયોજકો દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝ અનુસાર, 'ઇન્દોરમાં ચોમાસાના વહેલા આગમનની શક્યતા અને ઇન્ડિયન પ્રીમિયર લીગને કારણે, મધ્યપ્રદેશ લીગ હવે ઇન્દોરને બદલે ગ્વાલિયરમાં યોજાશે.' ગયા વર્ષે ગ્વાલિયરમાં પણ પહેલું સત્ર રમાયું હતું. મધ્યપ્રદેશ લીગના અધ્યક્ષ મહાઆર્યમન સિંધિયાએ કહ્યું, 'ગ્વાલિયર અમારા ખેલાડીઓ અને ચાહકોના હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે અને અમે ત્યાં પાછા ફરવા માટે ખૂબ જ ખુશ છીએ.' આ વખતે બે નવી ટીમો અને પ્રથમ મહિલા લીગ સાથે મધ્યપ્રદેશની પ્રતિભાઓને વધુ તકો પૂરી પાડવાનો અમને ગર્વ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઈપીએલ અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે, બીજી તરફ હવે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. જેથી મધ્યપ્રદેશ ટી20 લિગને લઈને તંત્ર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Gwaliorindoremadhya pradeshmonsoonplayT20 League
Advertisement
Next Article