સુરેન્દ્રનગરઃ 'ચોટીલા ઉત્સવ – 2025'નો કારયો શુભારંભ થયો
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં યાત્રાધામો ખાતે ઉજવાતા ઉત્સવો એટલે “કલા – સંસ્કૃતિનો સુભગ સમન્વય” અંતર્ગત ચોટીલા ખાતે બે દિવસ “ચોટીલા ઉત્સવ – 2025”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
ગુજરાતના 11 પવિત્ર યાત્રાધામો ઉપર સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતા ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આ બે દિવસનાં ઉત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરવામાં આવ્યું જેમાં કેરવાનો વેશ, રાજસ્થાની તેરાહ તાલી નૃત્ય, પ્રાચીન ગરબો, આદિવાસી નૃત્ય, હોળી નૃત્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
તા.11 માર્ચનાં રોજ રાજેન્દ્રભાઈ રાવલ - અમદાવાદ દ્વારા કેરવાનો વેશ, કે. એલ. ઈન્સ્ટીટ્યૂટ ફોર ડીફ – ભાવનગર દ્વારા ગણેશ સ્તુતિ, એસ. વી. પટેલ બાળશાળા – આણંદ દ્વારા રાજસ્થાની તેરાહ તાલી નૃત્ય, આંગીકમ ગ્રુપ –વિસનગર દ્વારા ગરબો, આદિવાસી યાહામોગી નવયુવક લોકકલા ટ્રસ્ટ – નર્મદા દ્વારા વસાવા હોળી નૃત્ય, ગોવિંદભા ગઢવી – થાનગઢ દ્વારા લોક ડાયરો તેમજ જયદેવ ગોસાઈ-રાજકોટ દ્વારા લોક સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી ત્યારે ભાગલેનાર ગ્રુપ દ્વારા પણ સરકારના આ કાર્યક્રમને વખણાયો હતો અને નવા કલાકારોને સારું પ્લેટફોર્મ સરકાર ના આવા કાર્યક્રમથી પ્રાપ્ત થાય છે અને સારા કલાકારોને સ્ટેજ મળે અને તે પોતાનું પ્રભાવશ બતાવી શકે છે
દર વર્ષે તમામ યાત્રાધામો પર આ પ્રકારના ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડ માતાજી ખાતે પણ દર વર્ષે આ પ્રકારના ઉત્સવ રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવે છે જેનો મોટી સંખ્યામાં કલાકારો ભાગ લઈ અને પોતાની કૃતિઓ રજૂ કરતા હોય છે જ્યારે તા. 12 માર્ચનાં રોજ હિતેશ બારોટ – સાયલા દ્વારા લોકસંગીત, દ્વારકેશ ગોપાલક ગ્રુપ – પાટણ દ્વારા બેડા રાસ, ત્વિષા વ્યાસ –બારડોલી દ્વારા નૃત્ય નાટિકા, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ-સોનગઢ, તાપી દ્વારા ગામીત ઢોલ નૃત્ય, અઘોરી મ્યુઝિક-અમદાવાદ દ્વારા ફોક હીપહોપ મ્યુઝિક પ્રસ્તુત કરવામાં આવશે.