For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરત મ્યુનિ.કોર્પોરેશનને એક જ દિવસમાં વેરાની 41.75 કરોડની આવક થઈ

04:34 PM Apr 01, 2025 IST | revoi editor
સુરત મ્યુનિ કોર્પોરેશનને એક જ દિવસમાં વેરાની 41 75 કરોડની આવક થઈ
Advertisement
  • વર્ષ 2024-25માં વ્યવસાય વેરામાં 167 કરોડ અને વાહન વેરામાં 33 કરોડની આવક
  • સૌથી વધુ વરાછા ઝોન બી અને સૌથી ઓછું સેન્ટ્રલ ઝોનમાં વેરા વસૂલાત થઈ
  • જાહેર રજાઓમાં પણ વેરા વસુલાત ઝંબેશ કરાતા સફળતા મળી

સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે ઝૂબેંશ ચલાવવામાં આવી હતી. અને બાકીદારો માટે વ્યાજ માફીની યોજના પણ અમલમાં મુકી હતી. તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. નાણાકીય વર્ષના છેલ્લા દિવસે એટલે કે સોમવારે મ્યુનિને વેરાની સૌથી વધુ 41.75 કરોડની આવક થઈ હતી. શહેરમાં વસતી વધારા સાથે વિસ્તાર પણ વધ્યો છે. તેના લીધે વેરાની આવકમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024-25માં વ્યવસાય વેરામાં 167 કરોડ તથા વાહન વેરામાં 153.33 કરોડ જેટલી વસૂલાત પ્રાપ્ત થઈ છે.

Advertisement

સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાત માટે સમયાંતરે ઝુબેશ ચલાવવામાં આવી હતી. અને વર્ષોથી વેરો બાકી હોય એવી મિલક્તોને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. તેના લીધે વેરા વસૂલાતનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાયો છે. બાકી વેરાની વસુલાત સૌથી વધુ વરાછા ઝોન બી અને સૌથી ઓછી સેન્ટ્રલ ઝોનમાં થઈ છે. મ્યુનિ.કોર્પોરેશનની આવકના પ્રમુખ સ્ત્રોત પૈકી વેરા વસૂલાતમાં ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી માત્ર 75% ટકાનો લક્ષ્યાંક જ સિદ્ધ થઈ શક્યો છે. છેલ્લા એક મહિનાથી તમામ ઝોન દ્વારા મોટા પાયે વેરા વસૂલાતની ઝુંબેશ બાદ સફલતા મળી છે 30 માર્ચ સુધીમાં 2390 કરોડ રૂપિયાનાં ટાર્ગેટ સામે મ્યુનિની તિજોરીમાં વેરા પેટે માત્ર 1716 કરોડ રૂપિયાની આવક થઈ છે.

મ્યુનિના સૂત્રોના કહેવા મુજબ આગામી નાણાકીય વર્ષ માટે 10 હજાર કરોડ રૂપિયાનાં ડ્રાફ્ટ બજેટ વચ્ચે ચાલુ વર્ષે પેઈડ અપ એફએસઆઈ પેટે 900 કરોડના લક્ષ્યાંક સામે 1100 કરોડ રૂપિયાની માતબર આવક થઈ છે. જ્યારે બીજી તરફ આવકના એક અન્ય મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાતાં વેરા વસૂલાતમાં ચાલુ વર્ષે મ્યુનિને  ધારી સફળતા મળી નથી. મિલ્કતદારો પાસેથી વસુલવામાં આવતી વેરા વસૂલાતનો લક્ષ્યાંક હજી સુધી માત્ર 75 ટકાએ પહોંચ્યો છે. શહેરનાં નવ ઝોન મળી કુલે 2390.59 કરોડ રૂપિયાના લક્ષ્યાંક સામે ચાલુ વર્ષે માત્ર 1716 કરોડ રૂપિયાની જ વસૂલાત થવા પામી છે. વર્ષ2024-25 માં વ્યવસાય વેરામાં 167 કરોડ તથા વાહન વેરામાં 153.33 કરોડ જેટલી વસૂલાત પ્રાપ્ત થઇ છે. જે એક વર્ષમાં પ્રાપ્ત થયેલ સૌથી વધુ વસૂલાત છે. છેલ્લા એક મહિનાથી તમામ ઝોનમાં વેરા વસૂલાતની કાર્યવાહી પુરજોશમાં કરવામાં આવી રહી હતી  જાહેર રજાઓમાં પણ વેરા વસૂલાત ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement