હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ધોરણ 10 અને 12ની પરીક્ષાના ટાણે જ મોડીરાત સુધી લગ્નોમાં ડીજે વાગતા વિદ્યાર્થીઓ પરેશાન

05:04 PM Feb 20, 2025 IST | revoi editor
Advertisement

વડોદરાઃ શહેરમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ હાલ ચાલી રહી છે. જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી તારીખ 27ના રોજ શરૂ થશે. ત્યારે વડોદરા શહેરમાં રાત્રિ દરમિયાન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધ્વનિ પ્રદૂષણના કારણે અભ્યાસમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.. વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં આ અંગેના રાત્રિના દસ વાગ્યા પછી કોલ મળી રહ્યા છે, ત્યારે આવા પ્રદૂષણ સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માગ ઊઠી છે. શહેરમાં હાલ લગ્ન સીઝનને લીધે મોડી રાત સુધી ડીજે વાગતા હોય છે. તેને બંધ કરાવવા અથવા તો ધીમેથી વગાડવાની પોલીસ દ્વારા સુચના પણ આપવામાં આવતી નથી.

Advertisement

વડોદરા સહિત રાજ્યમાં રાત્રિના દસ વાગ્યા બાદ લાઉડ સ્પીકર અને મોટા અવાજ કરતા ડીજે સામે પ્રતિબંધ હોવા છતાં શહેરમાં ઠેર-ઠેર ડીજે વાગતા હોય છે. આમ તો શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું હોય છે. છતાં પણ શહેરમાં અનેક પોલીસ મથકોની પાસે ડીજે મોટા અવાજે વાગતા હોય છે અને પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. આખરે હેરાન થતા નાગરિકો અને પરીક્ષાની તૈયારી કરનારા પરીક્ષાર્થીઓના વાલીઓ કંટ્રોલ રૂમમાં કોલ કરી જાણકારી આપે છે, બાદમાં પોલીસ પહોંચી ડીજે બંધ કરાવે છે. પોલીસ પરત ફરે ત્યારે ફરીથી ડીજે શરૂ થઈ જતાં હોય છે.

વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને મધરાતે ડીજે બંધ કરાવવા માટે માત્ર બે દિવસમાં 36 અને 40 કોલ મળ્યા હતા.  છેલ્લા એક માસથી ઠેર-ઠેર લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે. ત્યારે આવા અનેક કોલ વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં મળી રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરવાના બદલે કંટ્રોલરૂમમાંથી કોલ મળે તેની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થાય છે, ત્યારે સ્થાનિક પોલીસ આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

Advertisement

ગુજરાત પોલીસ વિભાગ તરફથી  ડીજે વગાડવા માટે રાતે 10:00 વાગ્યા સુધીની  સમય મર્યાદા નક્કી કરાયેલ છે. છતાં પણ 10 વાગ્યા બાદ પણ મોટા અવાજથી ડીજે વગાડવામાં આવે છે અને ધાર ધોરણનો ક્યાં કોઈ અમલ થતો નથી. મોડી રાત સુધી ડીજે વાગતા હોય છે. તેમાં ખાસ કરીને વડોદરા શહેરની બહાર જ્યાં વધારે પાર્ટી પ્લોટ આવેલા છે. તેની આસપાસ રહેણાંક વિસ્તારો છે, અને વિદ્યાર્થીઓ મોડી રાત સુધી વાંચતા હોય છે વિદ્યાર્થીઓને રાત્રે શાંત વાતાવરણની અંદર વાંચવાનું બહુ જ અનુકૂળ હોય છે. પણ ડીજેના મોટા અવાજને લીધે વાંચી શકતા નથી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiDJ playing at weddingsGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLate nightLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharstudents disturbedTaja Samacharviral news
Advertisement
Next Article