હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રખડતા ઢોર, પ્રવાસીઓને પડતી મુશ્કેલી

06:07 PM May 30, 2025 IST | revoi editor
Advertisement

સુરેન્દ્રનગરઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર રખડતા ઢોર બેઠેલા જોવા મળે છે, ત્યારે હવે શહેરના રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ પર પણ રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ રખડતા ઢોર અડીંગો જમાવીને બેસતા હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે. રેલવેનો સિક્યુરિટી સ્ટાફ રખડતા ઢોરને હટાવવાનો કોઈ પ્રયાસ કરતા નથી. સુરેન્દ્રનગર રેલવે જંકશન હોવાથી અનેક ટ્રેનોની અવર-જવર રહેતી હોય છે. રેલવે સ્ટેશન પર રખડતા ઢોરનો એક વિડિયો સાશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Advertisement

સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશન પર રોજ પ્રવાસીઓને ધસારો જોવા મળતો હોય છે. ત્યારે રખડતા ઢોરને લીધે પ્રવાસીઓ પણ ડર અનુભવી રહ્યા છે. રેલવેના પ્લેટફોર્મ પર ઢોર કેવી રીતે આવી જાય છે તે પણ તપાસનો વિષય છે. પ્લેટફોર્મ પર રખડતા ઢોરનો એક વિડિયા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ રેલવેના સ્ટેશન માસ્તરે પણ પ્લેટફોર્મ પરથી રખડતા ઢોરને હાંકી કાઢવાની સ્ટાફને સુચના આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સ્ટેશનનું નવનિર્માણ અમૃતમ યોજના અંતર્ગત 10 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું હતુ. સ્ટેશનનું લોકાર્પણ તાજેતરમાં મુખ્યમંત્રીની હાજરીમાં થયું હતું. વરસાદ દરમિયાન સ્ટેશનની છતમાંથી પાણી ટપકવાના દૃશ્યો સામે આવ્યા હતા. આ મુદ્દે રેલવે અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ અધિકારી પ્રતિસાદ આપવા માટે ઉપલબ્ધ થયા નથી. આ બંને ઘટનાઓ રેલવે વિભાગની કાર્યક્ષમતા અને જવાબદારી સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharstray cattle on the platformSurendranagar railway stationTaja Samacharviral news
Advertisement
Next Article