For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અંબાજી નજીક મધરાતે યાત્રિકોના લકઝરી બસ પર પથ્થરમારો, બસના કાચ તૂટ્યાં

04:51 PM Dec 23, 2024 IST | revoi editor
અંબાજી નજીક મધરાતે યાત્રિકોના લકઝરી બસ પર પથ્થરમારો  બસના કાચ તૂટ્યાં
Advertisement
  • મહેસાણા જતી ત્રણ લકઝરી બસ પથ્થરમારાનો ભોગ બની,
  • પોલીસે તોફાની તત્વોને પકડવા ટીમ બનાવી,
  • અગાઉ પણ આ જ સ્થળે  વાહનો પર પથ્થરમારાના બનાવો બન્યા છે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. ત્યારે કેટલાક સમયથી રાતના સમયે અંબાજી આવતા કે જતાં યાત્રિકોના વાહનો પર પથ્થરમારાના બનાવો બની રહ્યા છે, અંબાજી જતાં રોડ ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થાય છે. ત્યારે રાતના સમયે વાહનો પર પથ્તરમારાના બનાવો બનતા હોય છે. ત્યારે ગત રાતના સમયે અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી.

Advertisement

યાત્રાધામ અંબાજી આવતા તમામ માર્ગો પહાડી વિસ્તારથી ઘેરાયેલા છે. ત્યારે તેનો ફાયદો ઉઠાવી કેટલાંક અસામાજિક તત્ત્વો પથ્થરમારો કરી નાસી જતા હોય છે. અંબાજી નજીક પાનસા ગામ નજીક ગતરાત્રે અંબાજીથી મહેસાણા જતી 3 લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો હતો. ભક્તો માતાજીનાં દર્શન કરીને પરત જતા હતા તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. કેટલાંક અસામાજિક તત્ત્વોએ બસના આગળના કાચને પણ તોડી નાખ્યા હતા. આ ઘટનામાં સદનસીબે તમામ યાત્રિકોનો આબાદ બચાવ થયો છે. આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને દર્શનાર્થીઓની બસ પર કોણે પથ્થરમારો કર્યો તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. તો સાથે સાથે પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ લોકોએ માગ કરી છે. અવારનવાર બનતી પથ્થરમારાની ઘટનાઓને લઇને યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ યાત્રાધામ અંબાજી નજીક રાતના સમયે વાહનો પર પથ્થરમારાના બનાવો બનતા હોય છે. અગાઉ 13 નવેમ્બરે આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના ઘટી હતી. ગુજરાત ટ્રાવેલ્સની બસ પર વહેલી સવારે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ગુજરાત ટ્રાવેલ્સની એસી બસના 2 મોટા કાચ તૂટ્યા હતા. ગુજરાતનાં લોકો સૌથી વધુ આબુ ફરવા જાય છે ત્યારે એવી ઘટનાઓથી પ્રવાસીઓમા ભયનો માહોલ છવાઈ રહ્યો છે. રાજસ્થાનની સરહદ ઉપર પથ્થરમારાની ગંભીર ધટના બની હતી. આ ઉપરાંત અગાઉ 3 નવેમ્બરના રોજ આજ જગ્યાએ ત્રણ કાર પર પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં એક મહિલાને ઈજા થઈ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement