For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

તાપીના બાજીપુરામાં 76 પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઊજવણી, રાજ્યપાલે કર્યું ધ્વજવંદન

12:19 PM Jan 26, 2025 IST | revoi editor
તાપીના બાજીપુરામાં 76 પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઊજવણી  રાજ્યપાલે કર્યું ધ્વજવંદન
Advertisement
  • રાજ્યપાલ દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરેડનું કર્યું નિરીક્ષણ
  • ગુજરાત પોલીસના જવાનોના દિલધડક કરતબોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક દિનની ઊજવણીમાં અભિનેતા આમિર ખાને હાજરી આપી

વ્યારાઃ ગુજરાતના રાજ્યકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઊજવણી તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે કરવામાં આવી હતી.  વ્યારાના બાજીપુરાના સમુલ ડેરીના ગ્રાઉન્ડમાં 76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે, જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. સાથે સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ રહી હતી.રાષ્ટ્રધ્વજને સલામી આપી રાજયપાલે તેમજ ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. બાજીપુરામાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

76મા પ્રજાસત્તાક પર્વની ઊજવણી “સ્વર્ણિમ ભારત: વિરાસત ઔર વિકાસની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ હતી. જેને લઇને સમગ્ર જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો છે. લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ધ્વજવંદન બાદ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. તો સાથે ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા દિલધડક કરતબોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Advertisement

તાપી જિલ્લામાં આજે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં ધ્વજવંદન બાદ પરેડનું આયોજન કરાયું છે જેમાં લોકો પરેડ નિહાળવા ઉમટયા છે. બાજીપુરામાં સુમુલ ડેરીના ગ્રાઉન્ડમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાંસ્કૃતિક ઝાંખી પણ રજૂ કરવામાં આવી છે.76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં કરાઈ છે,બાજીપુરામાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન અને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે,પાઇપ બેન્ડ ડિસ્પ્લે, મહિલા કોરિયોગ્રાફી ઇવેન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોટર સાયકલ સ્ટંટ શો અને ડોગ શો પણ બન્યું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં રાજ્યના મંત્રીઓ તેમજ જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજ વંદનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજ વંદનના કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા આમિર ખાને હાજરી આપી

76મા પ્રજાસત્તાક દિનની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવી. જેમાં બોલિવૂડ અભિનેતા આમિર ખાને હાજરી આપી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આમિર ખાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીના તમામ પ્રોજેક્ટો નિહાળશે. ઉલ્લેખનીય છે કે, તેઓ હાલમાં જ તેમની આગામી ફિલ્મ સિતારે જમીન પરના શૂટિંગ માટે ગુજરાતમાં જ છે.

Advertisement
Tags :
Advertisement