મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ, હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સોંપાયો
08:19 PM Oct 17, 2025 IST | Vinayak Barot
Advertisement
- ઋષિકેશ પટેલને ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ અને પાનસેરિયાને આરોગ્ય વિભાગ સોંપાયો,
- મોઢવાડિયાને વન અને પર્યાવરણ તેમજ કૂવરજી બાવળિયાને શ્રમ અને રોજગાર વિભાગ સોંપાયો,
અમદાવાદઃ ગજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાયા બાદ આજે મોડી સાંજે કેબીનેટની બેઠક મળી હતી. જેમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ વિભાગનો સંપૂર્ણ હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે રાજ્યકક્ષાના ગૃહ વિભાગનો હવાલો કોઈને સોંપવામાં આવ્યો નથી. એટલે ગૃહ વિભાગમાં હર્ષ સંઘવી સર્વેસર્વા રહેશે, ઋષિકેશ પટેલને ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ અને પાનસેરિયાને આરોગ્ય વિભાગનો હવાલો સોંપાયો છે. જ્યારે અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે.
Advertisement
.મુખ્યમંત્રી
- ભૂપેન્દ્ર પટેલ (સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓનો વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, બંદરો અને મૂડી પ્રોજેક્ટ્સ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનીજ, પોલીસ આવાસ, માહિતી અને પ્રસારણ, તમામ નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ વિષયો)
નાયબ મુખ્યમંત્રી
Advertisement
- હર્ષ સંઘવી (ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યુરિટી, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, કાયદો, સ્પોર્ટ્સ, MSMe વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ, સિવિલ એવિએશન)
કેબિનેટ મંત્રી
- ઋષિકેશ પટેલ (ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતો)
- જીતુ વાઘાણી (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન)
- કુંવરજી બાવળિયા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ)
- કનુ દેસાઈ (નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ)
- નરેશ પટેલ (આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગો અને ગ્રામ્ય આવાસ)
- અર્જુન મોઢવાડિયા (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી)
- ડૉ. પ્રદ્યુમન વાજા (સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ)
- રમણ સોલંકી (અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.)
રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
- ઈશ્વર પટેલ (પાણી પુરવઠા અને જળસંપત્તિ)
- પ્રફુલ પાનસેરિયા (આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ)
- મનીષા વકિલ (મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા)
રાજ્ય કક્ષાના મંત્રી
- પરસોત્તમ સોલંકી (મત્સ્યોદ્યોગ)
- કાંતિલાલ અમૃતિયા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર)
- રમેશ કટારા (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન)
- દર્શના વાઘેલા (શહેરી વિકાસ આવાસ)
- કૌશિક વેકરિયા (કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો)
- પ્રવીણ માળી (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પરિવહન)
- જયરામ ગામિત (રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠું ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન)
- ત્રિકમ છાંગા (ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ)
- કમલેશ પટેલ (નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ)
- સંજયસિંહ મહિડા (મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ વિકાસ)
- પુનમચંદ બરંડા (આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો)
- સ્વરૂપજી ઠાકોર (ગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગ)
- રિવાબા જાડેજા (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ)
Advertisement