રાજ્યના ધોરી માર્ગો પર ખાડાઓને લીધે એસટી બસો ટાઈમસર પહોંચી શકતી નથી
- રાજકોટ એસટી ડિવિઝનમાં 188 ટ્રિપનું ટાઈમટેબલ ખોરવાયું,
- હાઈવે પર ખાડાંઓને લીધે ટ્રાફિક જામ સર્જાતા 618 ટ્રિપ બે કલાક સુધી મોડી પડી,
- રાજકોટ-અમદાવાદ હાઈવે પર અસંખ્ય ખાડાઓ બસોની સ્પીડમાં ઘટાડો કરી રહ્યા છે,
રાજકોટઃ રાજ્યમાં ભારે વરસાદને લીધે ધોરી માર્ગો પર ઠેર ઠેર ખાડા પડતા તેના લીધે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની છે. તેની લીધે એસટી બસો તેના નિર્ધારિત સમયે પહોંચી શકતી નથી. આ ગંભીર પરિસ્થિતિને કારણે દરરોજ અંદાજે 25 હજારથી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટથી અમદાવાદ તરફ દૈનિક 430 જેટલી ટ્રિપનું સંચાલન કરવામાં આવે છે. આ ઉપરાંત, રાજકોટથી જૂનાગઢ, જેતપુર અને પોરબંદર જેવા સૌરાષ્ટ્રના અન્ય મહત્ત્વના સ્થળોને જોડતી 188 જેટલી ટ્રિપ પણ કાર્યરત છે. આ તમામ 618 (430 188) દૈનિક ટ્રિપ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માર્ગોની બિસ્માર હાલત અને ટ્રાફિકજામની સમસ્યાથી પ્રભાવિત થઈ રહી છે.
રાજ્યભરના મોટા શહેરો અને પ્રવાસી સ્થળોને જોડતા માર્ગો પરની પરિવહન વ્યવસ્થાને અસર થઇ છે. હાઈવે પર ઠેર ઠેર પડેલા ખાડાઓ અને રાજકોટ-જેતપુર હાઈવે પર સર્જાતા સતત ટ્રાફિકજામના કારણે રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, સોમનાથ સહિતના મહત્ત્વના રૂટ પર દોડતી એસ.ટી. બસ તેમના નિર્ધારિત સમય કરતાં દોઢથી લઈને બે કલાક સુધી મોડી પહોંચી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે દરરોજ અંદાજે 25 હજારથી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસટી) દ્વારા રાજકોટથી અમદાવાદ તરફ દૈનિક 430 જેટલી ટ્રિપનું સંચાલન કરવામાં આવે છે. આ ઉપરાંત, રાજકોટથી જૂનાગઢ, જેતપુર અને પોરબંદર જેવા સૌરાષ્ટ્રના અન્ય મહત્ત્વના સ્થળોને જોડતી 188 જેટલી ટ્રિપ પણ કાર્યરત છે. આ તમામ 618 (430 188) દૈનિક ટ્રિપ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માર્ગોની બિસ્માર હાલત અને ટ્રાફિકજામની સમસ્યાથી પ્રભાવિત થઈ રહી છે. હાઈવેનું તાત્કાલિક સમારકામ અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો પ્રવાસીઓની હાલાકી દૂર કરી શકે છે અને રાજ્યની પરિવહન વ્યવસ્થાને સુચારુ બનાવી શકે છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર વરસાદને કારણે પડેલા અસંખ્ય ખાડાઓ બસોની સ્પીડમાં ઘટાડો કરી રહ્યા છે. આ ખાડાઓના કારણે બસ ડ્રાઈવરોને વાહન ધીમું ચલાવવાની ફરજ પડી રહી છે, જે યાત્રાના સમયમાં 1.30થી 2 કલાકનો વધારો કરે છે. રાજકોટ-જેતપુર હાઈવેનો પટ્ટો ટ્રાફિકજામ માટે ત્રાસદાયક બન્યો છે. આ વિસ્તારમાં મોટાભાગે ભારે વાહનોના કારણે થતી અવરજવર અને અપૂરતામાર્ગ વ્યવસ્થાપનને કારણે લાંબા ટ્રાફિક જામ સર્જાય છે, જેના પરિણામે બસોને પસાર થવામાં 1.30 થી 2 કલાકનોવિલંબ થાય છે.