For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

DyCMનું પદ સંભાળ્યા બાદ સુરત પહોંચેલા હર્ષ સંઘવીએ સમર્થકોને સ્વાગત રેલી ના યોજવા કરી અપીલ

12:24 PM Oct 20, 2025 IST | revoi editor
dycmનું પદ સંભાળ્યા બાદ સુરત પહોંચેલા હર્ષ સંઘવીએ સમર્થકોને સ્વાગત રેલી ના યોજવા કરી અપીલ
Advertisement

સુરતઃ રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા છે. જોકે, દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોને પરિવહન કે ટ્રાફિકની અડચણનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશ્યથી તેમણે તેમની સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કરી સૌ કાર્યકર્તા અને શુભેચ્છક નગરજનોને રેલવે સ્ટેશનથી સીધા જ નિર્ધારિત સ્વાગત કાર્યક્રમ સ્થળ પર પહોંચી રહ્યા છે.

Advertisement

નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચતા, સુરતના કાર્યકરો તેમજ શુભેચ્છકો તેમના ભવ્ય સ્વાગત અને અભિવાદન રેલી માટે મોટી સંખ્યામાં આતુર હતા. પરંતુ હર્ષ સંઘવીએ દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડ ન પડે તે માટે તેમની સ્વાગત રેલી ન યોજવા માટે સ્પષ્ટ જણાવી દીધું હતું. દિવાળીના માહોલમાં ખૂબ મોટી સંખ્યામાં સુરતના માર્ગો પર જો સ્વાગત રેલી યોજાય તો સામાન્ય જનતાને મોટી અગવડતા પડતી. જનહિતને પ્રાથમિકતા આપતા સંઘવીના આ પગલાંને કાર્યકરો તેમજ નાગરિકોએ પણ આવકાર્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement