સાઉથના સુપર સ્ટાર અજિત કુમારની આગામી ફિલ્મ ભારત કરતા પહેલા યુએસએમાં થશે રિલીઝ
અભિનેતા અજિત કુમારની આગામી ફિલ્મ 'ગુડ બેડ અગ્લી' ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ભારત પહેલા આ ફિલ્મ અમેરિકામાં રિલીઝ થાય તેવી શકયતા છે. એટલું જ નહીં અમેરિકામાં ફિલ્મ ટિકિટનું બુકીંગ પણ શરૂ થઈ ગયું છે. માયથ્રી મૂવી મેકર્સે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે આ ફિલ્મ 09 એપ્રિલે યુએસએમાં પ્રીમિયર થશે. સાથે જ લખ્યું છે કે તેનું બુકિંગ ત્યાં શરૂ થઈ ગયું છે. હવે ભારત પહેલાં, અજિતની આ ફિલ્મ વિદેશમાં પોતાનો ઝંડો લહેરાવવા માટે તૈયાર છે.
'ગુડ બેડ અગ્લી' ભારતમાં 10 એપ્રિલ, 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે, જેમાં તમિલ, તેલુગુ, કન્નડ, હિન્દી અને મલયાલમ સહિત અનેક ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અજિત સાથે ત્રિશા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું સંગીત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકાર દેવી શ્રી પ્રસાદે આપ્યું છે. સિનેમેટોગ્રાફી અભિનંદન રામાનુજમ દ્વારા કરવામાં આવી છે અને એડિટિંગ વિજય વેલુકુટ્ટી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ નવીન દ્વારા મૈત્રી મૂવીઝના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'ગુડ બેડ અગ્લી' ની વાર્તા એક નીડર ડોન વિશે છે જે પોતાના ક્રૂર રીતો અને હિંસક જીવનને બદલવાનો પ્રયાસ કરે છે જેથી તે સમાજમાં પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકે. જોકે, તેનો કાળો ભૂતકાળ અને ક્રૂર કાર્યો તેનો પીછો કરતા રહે છે. તે તેમનો સામનો કરે છે અને તેમને હરાવે છે. આ વાર્તા વેર, વફાદારી અને શક્તિની કિંમતની છે. ટીઝર મુજબ, અભિનેતા ફિલ્મમાં અનેક લુકમાં જોવા મળે છે.