For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દક્ષિણ બંગાળ: સરહદ પાસેથી સોનાના 20 બિસ્કિટ સાથે તસ્કર ઝડપાયો

06:20 PM Sep 27, 2025 IST | revoi editor
દક્ષિણ બંગાળ  સરહદ પાસેથી સોનાના 20 બિસ્કિટ સાથે તસ્કર ઝડપાયો
Advertisement

કોલકાતાઃ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર તહેનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દક્ષિણ બંગાળ સીમા પર એક મોટી સફળતા મળી છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના 143મી બટાલિયનના સતર્ક જવાનોએ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને એક તસ્કરને રંગેહાથ પકડી પાડ્યો હતો. તેની પાસેમાંથી કુલ 1116.27 ગ્રામ વજનના સોનાના 20 બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે 1.29 કરોડ રૂપિયા થાય છે.

Advertisement

આ કાર્યવાહી હાકિમપુર ચેકપોસ્ટ નજીક, તરાલી-1 બોર્ડર આઉટપોસ્ટ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુપ્તચર સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ સોનાની તસ્કરી થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. ત્યારબાદ BSF જવાનોએ કડક નજર રાખીને ચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાન હાકિમપુર બજારથી સરૂપદાહ તરફ જતી એક શંકાસ્પદ બાઈકને રોકીને તપાસ હાથ ધરાઈ હતી. બાઈકમાંથી 10 પેકેટ મળ્યાં, જેમાંથી કુલ 20 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. પકડી પાડવામાં આવેલા તસ્કરે પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કર્યું કે, આ સોનું સરહદ પારથી લાવવામાં આવ્યું છે. હાલ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આ નેટવર્કમાં કોણ-કોણ સામેલ છે તે અંગે શોધખોળ કરવામાં આવી રહી છે. તસ્કરને કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત એજન્સીઓને સોંપવામાં આવ્યો છે. BSF દક્ષિણ બંગાળના જાહેર સંબંધ અધિકારીએ જણાવ્યું કે, સરહદ પર ગેરકાયદેસર તસ્કરી રોકવા માટે જવાનો સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement