આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે
12:43 PM Dec 17, 2024 IST
|
revoi editor
Advertisement
અમદાવાદઃ ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતોમાં આજે જોધપુરથી ચાલતી જોધપુર-સાબરમતી એક્સપ્રેસ અને 18 ડિસેમ્બરના રોજ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવશે.
Advertisement
આ ઉપરાંત આજે લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ લાલગઢથી 2.00 વાગે અને ભગત કી કોઠી-પુણે એક્સપ્રેસ સાડા ત્રણ કલાકે રીશેડ્યુલ કરવામાં આવશે. જ્યારે આજે સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ માવલ સ્ટેશન પર 12 મિનિટ રેગ્યુલેટ થશે.
Advertisement
Advertisement
Next Article