બદામની જેમ અખરોટ પલાળીને ખાવાથી સ્વાસ્થ્યમાં જબરજસ્ત ફાયદો જોવા મળશે
અખરોટ પ્રોટીન, વિટામિન અને ખનિજથી ભરપૂર છે. જ્યારે પલાળેલા અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ અને પોલીફેનોલ જેવા પોષક તત્વો હોય છે. પોષકતત્વોથી ભરપૂર અખરોટમાં ઓછા પ્રમાણમા ચરબી છે. એટલે આ ડ્રાયફ્રૂટનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને આયુષ્ય વધે છે. આ ડ્રાયફૂટને બદામની જેમ પલાળીને ખાવાથી સ્વાસ્થ્યમાં જબરજસ્ત ફાયદો જોવા મળશે.
હૃદય રોગું જોખમ ઘટેઃ અખરોટ ખાવાથી મગજ તેજ થાય છે એટલું જ નહીં પણ હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. પલાળેલી અખરોટનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ને ઘટાડવામાં મદદ કરે છે અને સારા કોલેસ્ટ્રોલ (HDL) વધારે છે. તેમાં રહેલા પોષક તત્વ બ્લડ વેસલ્સની કાર્યક્ષમતામાં સુધારો કરે છે. તેમજ ઓમેગા-3 ફેટી એસિડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ્સ હોવાથી તેના સેવનથી શરીરમાં બળતરા ઘટે છે. અખરોટના સેવનથી કોલેસ્ટ્રલ નિયંત્રમાં રહેતા હૃદય રોગનું જોખમ ઘટે છે.
પાચન સમસ્યમાં મોટી રાહતઃ પલાળેલા અખરોટ કેલેરીનો સારો સ્ત્રો છે. તેના સેવનથી ફાયટીક એસિડ અને ટેનીન ઓછા થવાથી ખોરાકનું સરળતાથી પાચન થાય છે. અને શરીર પોષક તત્વોને સારી રીતે શોષી લે છે. ફાઇબર સારી માત્રામાં હોવાના કારણે અખરોટના સેવનથી પાચનતંત્રની સમસ્યામાં રાહત મળે છે. આંતરડાના સ્વાસ્થ્યને મજબૂત કરવા નિયમિત પલાળેલા અખરોટનું સેવન કરવું.
ત્વચાની સમસ્યા થશે દૂરઃ અખરોટમાં રહેલા પોષક તત્વો ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. પલાળેલા અખરોટમાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન E હોય છે જે ત્વચાને મુક્ત રેડિકલ અને અકાળ વૃદ્ધત્વથી થતા નુકસાનથી બચાવે છે. આ ડ્રાયફ્રૂટમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે, જેનાથી ચહેરો સ્વસ્થ અને ચમકદાર દેખાય છે. ત્વચાને યુવાન રાખવા પલાળેલી અખરોટનું સેવન કરવું જોઈએ.