For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં સીજી રોડને જોડતા બીજા 6 રોડ 100 કરોડના ખર્ચે ડેવલપ કરાશે

05:45 PM Jul 09, 2025 IST | revoi editor
અમદાવાદમાં સીજી રોડને જોડતા બીજા 6 રોડ 100 કરોડના ખર્ચે ડેવલપ કરાશે
Advertisement
  • લો ગાર્ડન તેમજ મીઠાખળીને પ્રિસીન્કટ એરીયા તરીકે ડેવલપ કરાશે,
  • 6 રોડ ઉપર પાર્કિંગની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવાશે,
  • 6 રોડને પ્રિસીન્કટ એરિયા તરીકે સ્ટ્રીટ ફર્નિચર સાથે ડેવલોપ કરાશે

અમદાવાદ:  શહેરના સીજી રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલોપ કર્યા બાદ હવે સીજી રોડને જોડતા મીઠાખળી અને લો ગાર્ડન સહિતના 6 રોડને પણ ડેવલપ કરવામાં આવશે. જેની પાછળ મ્યુનિ.કોર્પોરેશન 100 કરોડનો ખર્ચ કરશે. સીજી રોડ આસપાસના 6 રોડ ઉપર પાર્કિંગની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા વધુ પાર્કિંગની સુવિધા રાહદારીઓ માટે પ્લાન્ટેશન સાથે ફૂટપાથ બાંકડા સ્કલચર લેન્ડસ્કેપિંગ જેવી સુવિધાઓ ઊભી કરાશે.

Advertisement

સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરને મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા રોડ રસ્તા સહિત ઇન્ફાસ્ટ્રકચર સહિત સુવિધા વધારવામાં આવી રહી છે. શહેરના સીજી રોડ અને એરપોર્ટ રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલોપ કરવામાં આવ્યા બાદ હવે CG રોડને જોડતા બીજા 6 રોડને અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે પ્રિસીન્કટ એરિયા તરીકે સ્ટ્રીટ ફર્નિચર સાથે ડેવલોપ કરવામાં આવશે. લો ગાર્ડન તેમજ મીઠાખળીને પ્રિસીન્કટ એરીયા તરીકે ડેવલપ કરવામાં આવશે.

આ અંગે એએમસીના રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે શહેરના સીજી રોડને સુંદર રીતે ડેવલપ કરાયો છે. હવે સીજી રોડને જોડતા બીજા 6 રોડને પણ સીજે રોડની જેમ ડેવલપ કરવાનું નક્કી કરવાનું છે. જેમાં સીજી રોડ આસપાસના 6 રોડ ઉપર પાર્કિંગની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા વધુ પાર્કિંગની સુવિધા રાહદારીઓ માટે પ્લાન્ટેશન સાથે ફૂટપાથ બાંકડા સ્કલચર લેન્ડસ્કેપિંગ જેવી સુવિધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે લગભગ 99.90 કરોડના ખર્ચે આ રોડ ડેવલપ કરવામાં આવશે

Advertisement

નવા ડેવલોપ થનારા રોડમાં એન. સી. સી. ચોકથી સુભદ્રાપૂરા જંકશન, માઉન્ટ કારમેલથી જલારામ અંડરપાસ, જી.આઈ.સી.ઈ. એ.થી પંચવટી સર્કલ, મીઠાખળી ક્રોસ રોડથી વાઘ બકરી ટી લોન્જ, માઉન્ટ કારમેલથી કોમર્સ છ રસ્તા, વિરચંદ રાધવજી ગાંધી ચોકથી મીઠાખળી સર્કલનો સમાવેશ થાય છે. આ તમામ રોડ પર શહેરીજનોને સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિદ્યા અપાશે, રાહદારીઓને ચાલવા માટે પ્લાન્ટેશન યુક્ત વોક-વે તેમજ ફૂટપાથની વ્યવસ્થા કરાશે. વેન્ડિંગ ઝોન, ગજેબો, બેસવા માટે બેન્ચીસ, સ્કલ્પચર્સ, લેન્ડસ્કેપિંગ, પ્લાન્ટેશન વગેરે સુવિધા અપાશે,

Advertisement
Tags :
Advertisement