For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વાવ-સુઈગામના સરહદી ગામોમાં 3 કિમી સુધી સંભળાય તેવી સાયરન લગાવાશે

05:04 PM May 21, 2025 IST | revoi editor
વાવ સુઈગામના સરહદી ગામોમાં 3 કિમી સુધી સંભળાય તેવી સાયરન લગાવાશે
Advertisement
  • તાલુકાના હેડક્વાર્ટર પર 8 કિમીની રેન્જવાળા સાયરન લાગશે
  • વાવના 43 અને સુઈગામના 79 ગામોમાં સાયરન સિસ્ટમ લગાવવામાં આવી
  • ઈમરજન્સી સ્થિતિમાં લોકોને એલર્ટ કરી શકાશે

પાલનપુરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તનાવભરી સ્થિતિ ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા અને થરાદના સરહદી ગામડાંઓના લોકોને ઈમરજન્સીના સમયે આગોતરી જાણકારી મળી રહે તે માટે તમામ ગામડાંઓ અને તાલુકા મથકે સાયરન લગાવવામાં આવી રહી છે. જેમાં તાલુકા મથક પર 8 કિમી રેન્જવાળી સાયરન લગાવાશે. જ્યારે ગામડામાં 3.5 કિમી રેન્જવાળી સાયરન લગાવવામાં આવી રહી છે.

Advertisement

બનાસકાંઠા અને થરાદના સરહદી ગામોમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવામાં આવી રહી છે.આ સાયરન સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે.શરૂઆતમાં વાવ - સૂઇગામના સરહદી વિસ્તાર ધરાવતા 22 ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ હતી.જ્યારે હવે વાવ - સુઈગામના તમામ 122 ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. વાવના 43 જ્યારે સુઈગામના 79 ગામોમાં ગ્રામ પંચાયત, ડેરી, શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી છે. જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે પણ સાયરનની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે તમામ તાલુકાઓના હેડક્વાર્ટર ખાતે આઠ કિલોમીટરની રેન્જ ધરાવતા સાયરન લગાવવાની કામગીરી પ્રગતિમાં છે.

ભારત-પાકિસ્તાન સરહદ નજીકના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે. વાવ અને સુઈગામ તાલુકાના તમામ 122 ગામોમાં સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.વાવના 43 અને સુઈગામના 79 ગામોમાં ગ્રામ પંચાયત, ડેરી અને શાળાઓમાં આ સિસ્ટમ લગાવવામાં આવી છે. સાયરન સિસ્ટમ સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે. જિલ્લા કલેકટર મિહિર પટેલના જણાવ્યા મુજબ, શરૂઆતમાં માત્ર 22 સરહદી ગામોમાં જ આ સિસ્ટમ હતી. બનાસકાંઠાને જે સાયરન પ્રાપ્ત થઈ છે તે સ્ટેટ ડિઝાસ્ટર દ્વારા મોકલવામાં આવી છે. એવી જ રીતે પાટણ અને કચ્છ જિલ્લાને પણ સ્ટેટ ડિઝાસ્ટરમાંથીજ મોકલવામાં આવી છે. સ્ટેટ ડિઝાસ્ટરમાંથી બનાસકાંઠાને અગાઉ પાંચ સેટેલાઈટ ફોન પણ પ્રાપ્ત થયા હતા જે પૈકી ત્રણ દાંતીવાડા બીએસએફને અને બે નડાબેટ બીએસએફને આપવામાં આવેલા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement