“શ્રી ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા,સરહદી વિસ્તારના ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન”
“જ્યાં અંત ત્યાંથી આરંભ” બનાસકાંઠા ના સરહદી વિસ્તારને ભારતનો પશ્ચિમી છેવાડો કહેવાય ત્યાના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે થોડા ઓછા જાગૃત હોય.તો એવામાં આ સરહદી વિસ્તારમાં કામ કરતી નામાંકીત એક-માત્ર સંસ્થા શ્રી ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ, ભાભર શિક્ષણ સાથે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજી પોતાની સેવાની સુવાસ ફેલાવી રહી છે.તો આ સંસ્થા દ્વારા એવું જ કંઈક નવું સાહસ સરહદી વિસ્તારથી આરંભ કરી ૨૩/૦૨/૨૦૨૫ ના રોજ સરહદના પ્રથમ ૨૪ ગામોમાં “મેગા હેલ્થ કેમ્પ”નું આયોજન કરેલ છે. શ્રી ક્રિષ્ના નર્સિંગ કોલેજ ના વિધાર્થીઓ ગામોમાં ફરી લોકોના આરોગ્યની ચકાસણી કરશે તથા અવનવા રોગોની જાણકારી તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા લોકોને વધુને વધુ માહિતી પૂરી પાડી અને જાગૃત કરવાના પ્રોગ્રામ કરશે.
આ વિસ્તારમાં આવા પ્રોગ્રામનું આયોજન પ્રથમ વખત થઇ રહ્યું છે.તો સૌ લોકો તેને સફળ બનાવવા પ્રયત્ન કરે એવી અપીલ. આ સેવા કાર્યની સુવાસ માત્રથી લોકોને ફાયદો છે.અને આગામી પેઢીને પ્રેરણારૂપ આયોજન ને સોના સાથ અને સહકારથી સફળ બનાવીએ.
“આરોગ્ય કેવળ શરીરનું ભૂષણ નથી,
આત્માનું આભૂષણ પણ છે.”