ગુજરાતઃ સિનિયર IPS અભય ચુડાસમાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું
અમદાવાદઃ ગુજરાતના સિનિયર IPS અભય ચુડાસમાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નિવૃતિના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યાં બાદ હવે તેઓ સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાંઓ છે. ઉલ્લેખનિય છે કે, IPS અભય ચૂડાસમા ઑક્ટોબર મહિનામાં નિવૃત્ત થઇ રહ્યાં હતા. તેઓ હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા, તેઓ 1998 બેચના IPS અધિકારી છે.
અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલનાર અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે. અગાઉ અનેક સામાજિક કાર્યક્રમમાં અભય ચુડાસમા ઉપસ્થિત રહી ચૂક્યા છે. ત્ચારે હવે તેઓ સમાજ સેવાના કાર્યોમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. જો કે તેઓ રાજનીતિમાં જોડાશે તેવી પણ અટકળો તેજ બની છે. અમદાવાદમાં વર્ષ 2008માં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ઉંડાણપૂર્વકની તપાસ બાદ ગણતરીના કલાકોમાં જ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટનો કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ક્રાઈમબ્રાન્ચની આ ટીમમાં અભય ચુડાસમા પણ સામેલ હતા.