For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કલોલમાં સ્કૂલની શિક્ષિકા સાયબર ફ્રોડનો ભોગ બની, CBIના નામે ડરાવી 30 લાખ પડાવ્યા

04:52 PM Sep 22, 2025 IST | Vinayak Barot
કલોલમાં સ્કૂલની શિક્ષિકા સાયબર ફ્રોડનો ભોગ બની  cbiના નામે ડરાવી 30 લાખ પડાવ્યા
Advertisement
  • વ્હોટ્સએપ પર વીડિયો કોલ કરીને CBI ઓફિસર તરીકે ઓળખ આપી,
  • પાકિસ્તાન સાથેનું કનેક્શન હોવાનું કહી જેલના સળિયા પાછળ ધકેલવાની ધમકી આપી,
  • મહિલાના નેટ બેન્કિંગના પાસવર્ડ મેળવીને નાણાં પડાવ્યા,

ગાંધીનગરઃ સાયબર ફ્રોડના ગુનાઓ રોજબરોજ વધતા જાય છે. અનેક નિર્દોષ નાગરિકો સાયબર માફિયાઓની ઝાળમાં ફસાતા હોય છે. ત્યારે  કલોલમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતી શિક્ષિકા સાથે સાયબર ફ્રોડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખાનગી શાળામાં નોકરી કરતા શિક્ષિકાને પોલીસ અને સીબીઆઈ ઓફિસરના નામે ડરાવીને 29.90 લાખની ઠગાઈ કરવામાં આવી છે. આ મામલે શિક્ષિકાએ ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, કલોલની પ્રગતિ સોસાયટી ખાતે રહેતાં સ્મિતા અરવિંદકુમાર ઠાકર (ઉં.વ. 36)એ ગાંધીનગરના સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 4 એપ્રિલ, 2025ના રોજ તેમને અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારા વ્યક્તિએ પોતાની ઓળખ સીબીઆઈ ઓફિસર મોહિત શર્મા તરીકે આપી હતી અને બેક ગ્રાઉન્ડમાં પોલીસ સ્ટેશન જેવું દેખાતુ હતું. પાકિસ્તાન સાથે સાંઠગાંઠ હોવાનું કહીને તેણે મહિલાને ગભરાવી હતી. બીજા દિવસે ફરી કોલ કરી મહિલાને બચાવી લેવાના નામે રૂ.18 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ત્રીજા દિવસથી મોહિત રોજના 7-8 કોલ કરતો હતો અને તેણે વીડિયો કોલ મારફતે દેબાશીશ મિશ્રા નામના ઈસમ સાથે ઓળખાણ કરાવી હતી. દેબાશિષ એસબીઆઈનો મેનેજર હોવાનું કહેવાયુ હતું. ત્યારબાદ ત્રીજા એક ઈસમે પોતાની ઓળખાણ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર તરીકે આપી હતી. મહિલાને વાતોમાં ભોળવીને ગઠિયાઓએ પરિવાર, મિલકત અને આર્થિક સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. બાદમાં મહિલાના નેટ બેન્કિંગના પાસવર્ડ મેળવીને નાણાં પડાવ્યા હતા અને ગૂગલ પેથી પણ ટ્રાન્સફર કરાવ્યા હતા. શિક્ષિકાને પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું કહીને ગભરાવ્યા પછી ગઠિયાઓએ તેની પાસેથી વધુ નાણાં પડાવવા માટે લાલચ આપી હતી. શિક્ષિકાએ આપેલા નાણાં સરકારમાં જમા થાય છે અને તે બમણા થઈને પરત મળશે તેવી લાલચ આપીને ગઠિયાઓએ તબક્કાવાર રૂ.29.90 લાખ પડાવ્યા હતા.

સાયબર ક્રાઈમના સૂત્રોના કહેવા મુજબ 11 ફેબ્રુઆરીથી 30 એપ્રિલ દરમિયાન શિક્ષિકાએ અલગ-અલગ બેંક ખાતામાં નાણાં જમા કરાવ્યા હતા. નાણાં પરત આપવાના બદલે ગઠિયાઓએ ધમકાવવાનું શરૂ કરતાં શિક્ષિકાને પોતાની સાથે ઠગાઈની જાણ થઈ હતી. આખરે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement