For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ફ્લાવર શોની પ્રિન્ટ ટિકિટો વેચવાનું કૌભાંડ

05:16 PM Jan 10, 2025 IST | revoi editor
અમદાવાદમાં ફ્લાવર શોની પ્રિન્ટ ટિકિટો વેચવાનું કૌભાંડ
Advertisement
  • ઓન લાઈન સર્વર ડાઉન થાય તો જ પ્રિન્ટ ટિકિટોનો ઉપયોગ કરવાનો હતો
  • પ્રિન્ટ કરેલી ટિકિટો લઈને લોકો આવતા કૌભાંડનો પડદાફાસ થયો
  • પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય ફલાવર શોનું મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં રંગબેરંબી દેશ-વિદેશના ફુલોનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યા છે.  ફ્લાવર શોમાં મુલાકાતીઓને ફરજિયાત ઓનલાઈન ટિકિટ દ્વારા જ પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ જો સર્વર ડાઉન થાય અને મુલાકારીઓને ઓનલાઈન ટિકિટ ન આપી શકાય તો તે માટે ઓફલાઈન ટિકિટની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને તેના માટે ટિકિટો પ્રિન્ટ કરાવી હતી. દરમિયાન ઘણાબધા મુલાકાતીઓ પ્રિન્ટ ટિકિટ સાથે ફ્લાવર શોમાં આવતા એએમસીના સત્તાધિશો ચોંકી ઊઠ્યા હતા. પ્રિન્ટ ટિકિટો જાહેર વેચવામાં આવી નથી તો મુલાકાતીઓ પાસે ક્યાંથી પહોંચી, અંગે અંગે મ્યુનિના કોઈ કર્મચારી કે અધિકારી અથવા તો જ્યાં પ્રિન્ટ કરાવી તેના કોઈ કર્મચારીના સંડોવણી હોવી જોઈએ, આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025માં બનાવેલી 6.50 લાખથી વધુ ટિકિટોમાં કેટલીક ચોરાઇ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓનલાઇન ટિકિટ ખરીદીનું સર્વર ડાઉન થાય તો જ પ્રિન્ટ કરેલી ટિકિટોનો ઉપયોગ કરવાનો હતો, પરંતુ ગઇકાલે ગુરૂવારે ઓનલાઇન સર્વર ડાઉન થયા વગર પ્રિન્ટ થયેલી ટિકિટો લઇને લોકો પહોંચતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. એએમસીએ જે કંપનીને ટિકિટ પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ત્યાંથી જ કોઇ કર્મચારીએ ટિકિટો ચોરી લીધી હોવાની શંકા ઉદ્ભવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના જનલ મેનેજર દીપક પટેલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ વિશ્વાસઘાત તેમજ બોગસ દસ્તાવેજો બનાવવાની ફરિયાદ કરી છે. દીપક પટેલની કામગીરી અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2025નું સુપરવિઝન અને સંકલન કરવાનું છે. અને એએમસીના ફ્લાવર શોની ટિકિટ પ્રિન્ટિંગ કરવાનું કામ એક પ્રાઇવેટ એજન્સીને આપ્યું હતું.

સૂત્રોએ ઉમેર્યુ હતું શહેરના થલતેજ ખાતે આવેલી હેલીકોનીયા એપાર્ટમેન્ટમાં 18 ક્રિએશન નામની કંપનીને ફ્લાવર શોની ટિકિટ પ્રિન્ટ કરવાની કામગીરી સોંપાઇ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 6.50 લાખ ટિકિટો પ્રિન્ટ કરાવી હતી જેનો ઉપયોગ જરૂરીયાત પ્રમાણે કરવાનો હતો. 18 ક્રિએશન કંપનીએ ટિકિટો પ્રિન્ટ કરીને તેને સીલબંધ બોક્સમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી દીધી હતી. 70 રૂપિયાના દરની 27 ટિકિટો અને 100 રૂપિયાના દરની 25 ટિકિટો 52 લોકો પાસે મુલાકાતીઓ પાસેથી મળી હતી, જેથી દિપક પટેલને શંકા ગઇ હતી. અને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પીઆઇને સમગ્ર હકીકત જણાવી હતી. ઘટનાની ગંભીરતા લઇને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તરત જ દિપક પટેલની ફરિયાદના આધારે વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement