વડોદરામાં દિવાળીના તહેવારોમાં સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓથી ઊભરાયું
- છેલ્લા સપ્તાહમાં 32000થી વધુ લોકોએ ઝૂની મુલાકાત લીધી,
- પ્રાણી સંગ્રહાલયને રૂપિયા 17 લાખથી વધુ આવક થઈ,
- સંગ્રહાલયમાં જળચર સહિત વિવિધ પ્રાણીઓ, સરિસૃપો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા
વડોદરાઃ શહેરમાં મ્યુનિ. સંચાલિત સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય રાજ્યભરમાં જાણીતુ છે. બહારગામના લોકો વડોદરા શહેરની મુલાકાતે આવે ત્યારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે. દિવાળીના રજાઓમાં સંયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં નાના બાળકોથી લઈવે વૃદ્ધો સુધી મુલાકાતીઓનો ધસારો જોવા મળ્યો હતો. આ ઐતિહાસિક સ્થળ, જે મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું અનોખું સંકલન પૂરું પાડે છે.
દિવાળીના તહેવારની રજાઓમાં સહજીબાગ ઝૂની કુલ 32,227 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તા.19થી 25 ઓક્ટોબર દરમિયાન દિવાળીના તહેવારોની રજાઓમાં વડોદરા મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સયાજીબાગ ઝૂમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘસારો જોવા મળ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં કુલ- 32,227 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લેતા કુલ 17,04,080 રૂપિયાની નોંધપાત્ર આવક થઈ હતી. આ આવક ઝૂના સંચાલન અને પ્રાણીઓના સંરક્ષણ પ્રવૃત્તિઓમાં સહાયરૂપ થશે.
સયાજીબાગ ઝૂ માં રહેલા વોક-ઇન એવીયરી (Walk-in Aviary), જળચર પ્રાણીઓ અને સરિસૃપો, વિવિધ પ્રકારના પ્રાણીઓ (Diverse Collection of Animals), શૈક્ષણિક અને સંરક્ષણ પ્રવૃત્તિઓ અને તેમના નિવાસ સ્થાનોની સારી જાળવણીએ બાળકો તેમજ પુખ્ત વયના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મુલાકાતીઓએ સમગ્ર પરિસરમાં જાળવવામાં આવેલી સ્વચ્છતા અને સુરક્ષાના ઉચ્ચ ધોરણોની ખાસ સંતોષ સાથે નોંધ લીધી હતી. બાળકો અને પરિવારો માટે આયોજિત શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમોને કા૨ણે આ મુલાકાત મુલાકાતીઓ માટે માત્ર મનોરંજન પૂરતી જ મર્યાદિત ન રહેતા જ્ઞાનવર્ધક પણ બની હતી.