જ્ઞાન-વિજ્ઞાન અને યોગની ભાષા સંસ્કૃત છે: સ્વામી પ્રિતમ મનીજી
ગાંધીનગરઃ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના આવાસીય પ્રબોધન વર્ગનો ઉદ્ઘાટન કાર્યક્રમ લકુલીશ સનાતન સંસ્કૃત વિદ્યાપીઠ કાયાવરોહણ ખાતે યોજાઈ ગયો. સદરહુ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સંસ્કૃત ભારતીના ઉપાધ્યક્ષ પ્રા. જિતેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે અંગ્રેજોના આગમન પહેલા વિદ્યાલયો અને મહાવિદ્યાલયો તેમજ ગુરુકુલોમાં શિક્ષણનિ માધ્યમની ભાષા સંસ્કૃત જ હતી. ૪૦૦ વર્ષ પહેલાં જ્ઞાન વિજ્ઞાનથી ભરેલા સંસ્કૃત ગ્રંથોના અનુવાદો કોઈપણ ભારતીય ભાષામાં પ્રાપ્ત થતા નથી. જેનાથી સિદ્ધ થાય છે કે અધ્યયન અને અધ્યાપનનું માધ્યમ સંસ્કૃત ભાષા જ હતી.
સદર હું કાર્યક્રમમાં શિક્ષાર્થીઓને સંસ્કૃત અને સંસ્કૃતિનું મહત્વ સમજાવતા સ્વામી પ્રિતમ મુનિજીએ જણાવ્યું હતું કે, સંસ્કૃત તો માત્ર જ્ઞાન-વિજ્ઞાનની જ નહીં પરંતુ યોગની અને બ્રહ્માંડના જુદા જુદા લોકની પણ ભાષા છે. આપણી સંસ્કૃતિ નું જતન કરવા નવી પેઢી એ સંસ્કૃત શીખવું જ રહ્યું. આ કાર્યક્રમમાં શિક્ષક જયેશ ટાંક અને ડો. દિલીપસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.