વર્કલોડ મામલે ક્રિકેટર દ્વારા મેચ નહીં રમવા મુદ્દે સંદીપ પાટિલે વ્યક્ત કરી નારાજગી
નવી દિલ્હી: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત ૩ ટેસ્ટ રમી શક્યો હતો, તે એજબેસ્ટન અને ધ ઓવલમાં રમી શક્યો ન હતો. જોકે, ભારતે આ ૨ મેચ જીતી હતી, જેમાં બુમરાહ રમી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને પસંદગી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ સંદીપ પાટીલે વર્કલોડ નીતિ અંગે બીસીસીઆઈ પર આકરા પ્રહાર કર્યાં છે. 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા સંદીપ પાટીલે કહ્યું કે જ્યારે તે રમતા હતા અને બીસીસીઆઈ પસંદગીકાર હતા ત્યારે આ વાત ક્યારેય ધ્યાનમાં લેવામાં આવતી ન હતી. પૂર્વ ક્રિકેટર પાટીલે બુમરાહ પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા, જસપ્રીત બુમરાહ બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25માં બધી મેચ રમ્યા હતા, પરંતુ ૫મી ટેસ્ટમાં ઘાયલ થયા હતા. કેટલાક લોકો માનતા હતા કે બુમરાહ પર ઘણો વર્કલોડ છે. સંદીપ પાટીલના મતે, મોટી શ્રેણીમાં ટીમના મુખ્ય ખેલાડીઓને આરામ આપવો યોગ્ય નથી.
સંદીપ પાટીલે જણાવ્યું હતું કે, "આશ્ચર્યજનક છે કે BCCI આ બાબતો સાથે કેવી રીતે સંમત થઈ રહ્યું છે. કોચ કે કેપ્ટન કરતાં ફિઝિયો વધુ મહત્વપૂર્ણ છે. પસંદગીકારોનું શું? હવે શું આપણે ફિઝિયો પાસેથી પસંદગી સમિતિની બેઠકમાં ભાગ લેવાની અપેક્ષા રાખવી જોઈએ? શું તે જ નિર્ણય લેશે. તેમણે આગળ કહ્યું, "જ્યારે તેમને દેશ માટે પસંદ કરવામાં આવે છે, ત્યારે તમે તમારા દેશ માટે ઘણુ બધુ કરી શકો છો, તમે એક યોદ્ધા જેવા છો. મેં સુનીલ ગાવસ્કરને પાંચે દિવસ બેટિંગ કરતા જોયા, કપિલ દેવને ટેસ્ટ મેચના મોટાભાગના દિવસો બોલિંગ કરતા જોયા. કપિલ નેટ્સમાં પણ ઘણી બોલિંગ કરતો હતો, તેણે ક્યારેય બ્રેક માંગ્યો નહીં કે ફરિયાદ કરી નહીં. તેની કારકિર્દી 16 વર્ષથી વધુ ચાલી હતી. 1981માં, મને ઓસ્ટ્રેલિયામાં માથામાં ઈજા થઈ હતી, ત્યારબાદ હું ટેસ્ટ મેચ રમ્યો હતું. પાટીલે કહ્યું, "અમારા સમયમાં કોઈ રિહેબ પ્રોગ્રામ નહોતો, અમે ઈજાગ્રસ્ત થયા પછી પણ રમતા હતા. હું ફક્ત એટલું જ કહીશ કે અમે દેશ માટે રમીને ખુશ હતા, કોઈ નાટક નહોતું.