સદવિચાર પરિવારના ઉપક્રમે વ્યાખાનમાળાનું આયોજન
06:46 PM Dec 24, 2024 IST | revoi editor
Advertisement
અમદાવાદઃ સદવિચાર પરિવારના આધ્યસ્થાપક અને આજીવન સેવક સ્વ. શ્રી હરિભાઈ પંચાલની પુણ્યસ્મૃતિમાં ‘મનનો જમણવાર’ અંતર્ગત વ્યાખ્યાનમાળા ,”મોક્ષનું દ્વારઃ મન”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા તરીકે જ્યોતિબેન થાનકી ઉપસ્થિત રહેશે. સેટેલાઈટ રોડ ઉપર રામદેવનગર બસ સ્ટેન્ડ પાસે શારદાબેન હરિભાઈ પંચાલ સમર્પણ સેવા સંકુલ ખાતે તા. 6થી 10 જાન્યુઆરી સુધી આ વ્યાખ્યાનમાળા યોજાશે. તેમજ દરરોજ સાંજે 6થી 8 કલાક સુધી જાણીતા કવિઓ સ્વરચિત કાવ્યોનો રસાસ્વાદ કરાવશે. તા. 6 જાન્યુઆરીએ શ્રી કૃષ્ણ દવે, 7મી જાન્યુઆરીએ શ્રી દલપત પઢિયાર, 8મી જાન્યુઆરીએ શ્રી તુષાર શુક્લ, 9મી જાન્યુઆરીએ શ્રી માધવ રામાનુજ અને 10મી જાન્યુઆરીએ શ્રી ભાગ્યેજ જ્હાં સ્વરચિત કાવ્યોનો રસાસ્વાદ કરાવશે.
Advertisement
Advertisement