For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના 17,932 ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.37 કરોડની સહાય અપાઇ: રાઘવજી પટેલ

03:01 PM Feb 25, 2025 IST | revoi editor
કચ્છના 17 932 ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ 37 કરોડની સહાય અપાઇ  રાઘવજી પટેલ
Advertisement

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને કૃષિ સાધનોની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના 17 હજાર 932 ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.37 કરોડની સહાય આપવામાં આવી છે.

Advertisement

કૃષિ મંત્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યુ હતું કે, છેલ્લાં બે વર્ષમાં અંજાર તાલુકામાં 1,669 અરજીઓ, અબડાસામાં 1,893, ગાંધીધામમાં 59, નખત્રાણામાં 1,668, ભચાઉમાં 2,866, ભુજમાં 2,203, ભુજ શહેરમાં 57, મુન્દ્રામાં 1,019, માંડવીમાં 1,688, રાપરમાં 4,129 અને લખપત તાલુકામાં 680 અરજીઓ મંજુર કરવામાં આવી છે. આમ કચ્છ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં કુલ 17,932 અરજીઓ મંજુર કરવામાં આવી છે. મંજૂર થયેલી અરજીઓ સામે આ ખેડૂતોને કુલ રૂ. 37,81,39,703 જેટલી સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચુકવવામાં આવી છે.

મંત્રીએ યોજનાનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને ખેતીમાં કૃષિ યાંત્રિકરણ અપનાવવાથી તેમને પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે છે. ખેતીમાં ખાતર, દવા અને બિયારણનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી ખેત ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આ ઉપરાંત કૃષિ યાંત્રિકરણ થકી 10થી 15 ટકા ખેત ઉત્પાદનમાં વધારો, 15થી 20 ટકા બિયારણ અને ખાતરની બચત તથા 20થી 30 ટકા સમય અને મજૂરીની પણ બચત થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement