For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં નિવૃત રમતવીરોને સરકાર દ્વારા માસિક 3000 પેન્શન અપાશે

02:18 PM Aug 10, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં નિવૃત રમતવીરોને સરકાર દ્વારા માસિક 3000 પેન્શન અપાશે
Advertisement
  • સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નિવૃત્ત રમતવીરો માટે પેન્શન યોજના,
  • 50 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓને માસિક પેન્શનનો લાભ મળશે,
  • રમતવીરોએ રાષ્ટ્રકક્ષાએ રમતોમાં ભાગ લીધો તે પેન્શનને પાત્ર ગણાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નિવૃત્ત રમતવીરો માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા નિવૃત્ત રમતવીરોને માસિક રૂ. 3,000નું પેન્શન આપવામાં આવશે.

Advertisement

આ યોજના 50 વર્ષથી વધુ ઉંમરના નિવૃત રમતવીરોને લાગુ પડશે. જે ખેલાડીઓએ પોતાની કારકિર્દી દરમિયાન રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ વ્યક્તિગત કે સાંધિક રમતમાં મેડલ મેળવ્યો હોય તેઓ પાત્ર ગણાશે. રાજ્ય તરફથી નેશનલ માટે રમવા ગયેલા ટીમના સભ્યો પણ આ યોજનાનો લાભ લઈ શકશે.  જે રમતવીરોએ 35 વર્ષની ઉંમર સુધીમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રકક્ષાએ રમતોમાં ભાગ લઈ પદ પ્રાપ્ત કર્યું હોય તેઓ પણ પાત્ર ગણાશે. સરકાર દ્વારા તથા માન્ય ફેડરેશન દ્વારા યોજવામાં આવેલી ઓલિમ્પિક રમતો ઉપરાંત પરંપરાગત રમતો જેવી કે કબડ્ડી, ખો-ખો, યોગાસન અને મલખમના ખેલાડીઓને પણ આ યોજનાનો લાભ મળશે. દિવ્યાંગ ખેલાડીઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે. જો કે, જે નિવૃત્ત રમતવીરો સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હોય અને અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા હોય, તેમને આ યોજનાનો લાભ મળશે નહીં. નિવૃત રમતવીરો તા.20 ઓગસ્ટ, 2025 સુધી અરજી કરી શકશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement