For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગરના પીરોટોન ટાપુ પર ધાર્મિક દબાણો દુર કરાયા

06:15 PM Jan 13, 2025 IST | revoi editor
જામનગરના પીરોટોન ટાપુ પર ધાર્મિક દબાણો દુર કરાયા
Advertisement
  • પીરોટોન ટાપુ પર 4000 ચોરસ ફુટમાં દબાણો કરાયા હતા
  • પીરોટન મરીન નેશનલ પાર્કમાં દબાણોથી સમુદ્રી જીવોને નુકાશાન થતું હતું
  • દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કડક કાર્યવાહી

જામનગર: ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દુર કરવા છેલ્લા એક વર્ષથી સમયાંતરે ઝૂંબેશ હાથ દરવામાં આવે છે. સોમનાથ, પોરબંદર અને બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો હટાવાયા બાદ જામનગરના પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે

Advertisement

જામનગરમાં કાંઠા વિસ્તારમાં અનેક ટાપુ આવેલા છે. જેમાં પીરોટન ટાપુર પર ધાર્મિક દબાણો કરાયેલા હતા દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકારે ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્ત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા. તેમજ ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

જામનગર નજીક પીરોટન ટાપુ મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું.  અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. જીએસએફસી, રિલાયન્સ, ન્યારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્ત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઉભો કરતુ હતુ.

Advertisement

Advertisement
Tags :
Advertisement