For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઓપરેશન સિંદૂર ઉપરાંત ઓપરેશન “ઈનડોર” પણ એટલું જ જરૂરી છેઃ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) દુષ્યંત સિંહ

06:07 PM Dec 14, 2025 IST | revoi editor
ઓપરેશન સિંદૂર ઉપરાંત ઓપરેશન “ઈનડોર” પણ એટલું જ જરૂરી છેઃ લેફ્ટનન્ટ જનરલ  નિવૃત્ત  દુષ્યંત સિંહ
Advertisement
  • ગુજરાતના વાયુસેના સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂર પર નવમા
  • ફ્લાઈંગ ઓફિસર પરમ વીર ચક્ર નિર્મલ જીત સિંહ સેખોં વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાન યોજાયું

(અલકેશ પટેલ) ગાંધીનગર, 14 ડિસેમ્બર, 2025: Apart from Operation Sindoor, Operation “Indoor” is equally important “ઓપરેશન સિંદૂર આતંકવાદ અને આતંકવાદી સમર્થકો ઉપર નિર્ણાયક પ્રહાર હતો તેમાં કોઈ શંકા નથી. અગાઉ થયેલા આતંકી હુમલા સમયે ભારતનું વલણ અને હવેના આતંકી હુમલા બાદ બાલાકોટ એરસ્ટ્રાઈક તેમજ ઓપરેશન સિંદૂર (sindoor) એ બદલાયેલા ભારતનું પ્રતિબિંબ છે. પરંતુ તે સાથે ભારતે આંતરિક આતંકી હુમલાને પહોંચી વળવા ઓપરેશન ઈનડોર (indoor) કરવાની પણ આવશ્યકતા છે,” તેમ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) દુષ્યંત સિંહે આજે અહીં જણાવ્યું હતું. તેઓ નવમા ફ્લાઈંગ ઓફિસર પરમ વીર ચક્ર નિર્મલ જીત સિંહ સેખોં વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનમાં “ઓપરેશન સિંદૂર – ટેકઅવે એન્ડ વે ફોરવર્ડ” વિષય ઉપર બોલી રહ્યા હતા. ઓપરેશન ઈન-ડોર શબ્દપ્રયોગ દ્વારા લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) દુષ્યંત સિંહે તાજેતરમાં દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા પ્રચંડ બોંબ વિસ્ફોટનો ઉલ્લેખ કરીને દેશની અંદર રહેલા દુશ્મનોને ઓળખવા તરફ ઈશારો કર્યો હતો. તેમણે દેશના તમામ નાગરિકોને પણ ભવિષ્યના સાયબર હુમલાઓ સામે તકેદારી રાખવા તાકીદ કરી હતી.

Advertisement

ANNUAL MEMORIAL LECTURE ON OPERATION SINDOOR
ANNUAL MEMORIAL LECTURE ON OPERATION SINDOOR, Gandinagar

વાયુસેના સંગઠનની ગુજરાત શાખા દ્વારા આજે 14 ડિસેમ્બરે ગાંધીનગરસ્થિત નીલામ્બર ઓડિટોરિયમ ખાતે 1971ના યુદ્ધમાં દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં PVC વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનના નવમા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્મૃતિ વ્યાખ્યાનમાં બે વરિષ્ઠ અનુભવી સંરક્ષણ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર પછીની પરિસ્થિતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વ્યૂહાત્મક પાસાઓ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે એર માર્શલ નગેશ કપૂર ઉપસ્થિત રહ્યા હતા.

યોગાનુયોગ, 54 વર્ષ પહેલાં 14 ડિસેમ્બરના દિવસે જ આપણા દેશના બહાદુર સપૂત ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોંએ કાશ્મીરમાં પાકિસ્તાની સેનાને આગળ વધતી રોકવા માટે શ્રીનગર એરફિલ્ડનું રક્ષણ કરવા પોતાનું જીવન બલિદાન આપ્યું હતું. આ ઘટનાની સ્મૃતિમાં 2 નવેમ્બર 2025ના રોજ સમગ્ર ભારતમાં 60 થી વધુ સ્થળોએ "સેખોં IAF મરાઠા-2025" યોજવામાં આવ્યું હતું જેને ભારે પ્રતિસાદ મળ્યો હતો.

Advertisement

આ અત્યંત મહત્ત્વના સ્મૃતિ વ્યાખ્યાનમાં એર વાઇસ માર્શલ અનિલ ગોલાની (નિવૃત્ત) દ્વારા “ઓપરેશન સિંદૂર - રિરાઇટિંગ ધ ઇન્ડિયા - પાકિસ્તાન રૂલ બુક” વિષય ઉપર સમગ્ર ઓપરેશન સિંદૂરની વિગતવાર છણાવટ કરી હતી.

ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં ભારતીય વાયુસેનાના એકમાત્ર એવા સભ્ય છે જેમને પરમવીર ચક્ર (PVC) એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના F-86 જેટ વિમાનો સામે આકાશી યુદ્ધમાં લડવામાં તેમણે દાખવેલી હિંમત, શૌર્ય અને ઉડાન કૌશલ્યના માનમાં એનાયત કરવામાં આવ્યું હતું. F-86 સેબ્રે જેટમાંથી થયેલા ગોળીબારમાં તેમનું વિમાન તૂટી પડ્યું હતું અને તેઓ વીરગતિ પામ્યા હતા.

વાયુસેના સંગઠનની ગુજરાત શાખાના અધ્યક્ષ વેટરન એર માર્શલ દેસાઈ (નિવૃત્ત) એ જણાવ્યું હતું કે, આતંકવાદી, સમુદ્રી અને સરહદી જોખમોનો સામનો કરવા અને લાંબા ગાળાની શાંતિ તેમજ આર્થિક સ્થિરતાના માર્ગ પર ટકી રહેવા માટે પ્રચંડ હિંમત અને દૃઢતાની જરૂર પડે છે. ફ્લાઈંગ ઓફિસર સેખોંના નામ પરથી વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનોનું નામકરણ કરવાનું પણ આ જ કારણ છે. આ કાર્યક્રમનો હેતુ ઓપરેશન સિંદૂર પછીની પરિસ્થિતિ અને આવા આતંકવાદી જોખમો પ્રત્યે દેશના વલણમાં પરિવર્તન એટલે કે પ્રતિક્રિયાશીલમાંથી બદલાઈને સક્રિય ઇનકાર તરફ દેશના વલણમાં પરિવર્તન અંગે જનજાગૃતિ લાવવાનો છે.

વાયુસેના સંગઠન (AFA) ગુજરાત દ્વારા ભારતીય વાયુસેનાના નિવૃત્ત કર્મચારીઓનું નોંધાયેલું સંગઠન છે જેની સ્થાપના એર ચીફ માર્શલ અર્જન સિંહ, DFC (નિવૃત્ત) (ભારતીય વાયુસેનાના માર્શલ) દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતના વાયુસેના સંગઠનમાં હાલમાં 1,10,000થી વધુ સભ્યો છે, જેમાં 8000 થી વધુ વિધવાઓ સામેલ છે.

વાયુસેના સંગઠનની ગુજરાત શાખાની સ્થાપના 2007માં કરવામાં આવી હતી અને તેનું સંચાલન વાયુસેનાના ભૂતપૂર્વ કર્મચારીઓ અને ગુજરાતમાં સ્થાયી થયેલા તેમના પરિવારોની એક પેનલ દ્વારા કરવામાં આવે છે, જેમાં ભૂતપૂર્વ સૈનિકો અને વિધવાઓ તેમજ બાળકો સહિત તેમના પરિવારોને નાણાકીય અને કાનૂની સહાય કરવામાં આવે છે.

ભારતકૂલ-2: સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ વિષયો પર જ્ઞાનવર્ધક સત્ર યોજાયાં

Advertisement
Tags :
Advertisement