RBIએ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો
નવી દિલ્હીઃ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે (1 ઓક્ટોબર) મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના નિર્ણયોની જાહેરાત કરી. સેન્ટ્રલ બેંકે રેપો રેટ 5.50 ટકા પર યથાવત રાખ્યો અને તટસ્થ મોનેટરી પોલિસી વલણ જાળવી રાખ્યું. રેપો રેટ ઉપરાંત, સેન્ટ્રલ બેંકે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF)ને 5.25 ટકા પર યથાવત રાખ્યો, જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) 5.75 ટકા પર યથાવત રહ્યો છે.
RBI એ અગાઉ ઓગસ્ટ MPC મીટિંગમાં રેપો રેટમાં યથાવત રાખ્યો હતો. 2025 ની શરૂઆતથી, સેન્ટ્રલ બેંકે રેપો રેટમાં 1 ટકાનો ઘટાડો કર્યો છે, જેમાં ફેબ્રુઆરીમાં 0.25 ટકા, એપ્રિલમાં 0.25 ટકા અને જૂનમાં 0.50 ટકાનો ઘટાડો શામેલ છે.
RBI ગવર્નરે જણાવ્યું હતું કે, સારા ચોમાસાને કારણે ભારતીય અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે અને ફુગાવો ઘટી રહ્યો છે. GST ઘટાડાથી આર્થિક વૃદ્ધિમાં વધારો થયો છે. જોકે, ટેરિફને કારણે નિકાસ અંગે ચિંતા રહે છે. કેન્દ્રીય ગવર્નરે નાણાકીય વર્ષ 26 (ચાલુ નાણાકીય વર્ષ) માટે છૂટક ફુગાવાનો અંદાજ ઓગસ્ટમાં 3.1 ટકાથી ઘટાડીને 2.6 ટકા કર્યો છે.ે
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે ફુગાવાનો અંદાજ 2.1 ટકાથી ઘટાડીને 1.8 ટકા, ત્રીજા ક્વાર્ટર માટે 3.1 ટકાથી ઘટાડીને 1.8 ટકા અને ચોથા ક્વાર્ટર માટે 4 ટકા કરવામાં આવ્યો છે. RBI એ વધુમાં એવો અંદાજ લગાવ્યો હતો કે, FY27ના પ્રથમ ક્વાર્ટરમાં ફુગાવો 4.5 ટકા સુધી પહોંચી શકે છે.
RBI એ ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિનો અંદાજ પણ 6.5 ટકાથી વધારીને 6.8 ટકા કર્યો. વધુમાં, કેન્દ્રીય ગવર્નરે જણાવ્યું હતું કે GDP વૃદ્ધિના પ્રથમ ક્વાર્ટરમાં જોવા મળેલી ગતિ ચાલુ રહી છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ 7 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.4 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 6.2 ટકા રહેવાની ધારણા છે.