રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા “આપદા પ્રબંધન વિશેષાંક” વિમોચન
રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા “રાષ્ટ્રીય સેવા સાધના” આપદા પ્રબંધન વિશેષાંકનું, ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે રાષ્ટ્રીય સેવા ભારતીના અધ્યક્ષ સુનિલ સપ્રેજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
- “આપદા પ્રબંધન વિશેષાંક” ની વિશેષતાઓ
આપદા પ્રબંધન વિષયના નિષ્ણાંત (Subject Expert) લેખકોના લેખોનો ઉત્તમ સંગ્રહ.
હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ.
રાજ્ય અને જિલ્લા સ્તરના તમામ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટની સંદર્ભ લાઇબ્રેરી રાખવા યોગ્ય અંક.
આપદા પુર્વ, આપદા સમયે અને આપદા બાદ અંગે કરવાના કામોની સચોટ માર્ગદશિકા.
ડિઝાસ્ટર સમયે કામ કરનારી સેવા સંસ્થાઓ માટે પણ ઉપયોગી અંક.
દેશભરમાં આવેલી કુદરતી આપદાનું વિષ્લેષણ અને તે સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા થયેલા સેવા કાર્યોનું પ્રત્યક્ષ કાર્ય કરનારાઓ દ્વારા વર્ણન.
આ અંકનું સામાન્ય સમાજમાં પ્રશિક્ષણ કરવામાં સહાયક બનશે માટે આનો પ્રચાર પ્રસાર, પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં થાય એ ઇચ્છનીય છે.