પાટણની રાણકી વાવ પ્રવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર
- વર્ષ 2024 માં કુલ 62 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- 2024માં પ્રવાસીઓને લીધે કુલ 65 કરોડની આવક થઈ
- વર્ષ 2023 કરતા 2024માં 33 હજાર પ્રવાસીઓનો થયો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. આવા હેરિટેજ સ્થળોનો વિકાસ કરાયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. જેમાં પાટણની રાણીના વાવ યાને રાણકી વાવનો સમાવેશ થાય છે. ઐતિહાસિક અને બેનમુન રાણકી વાવને નિહાળવા માટે રોજબરોજ અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે. વર્ષ 2024માં 3.62 લાખથી વધુ પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લીધી હતી. જેમાં 3400 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થયા છે. પ્રવાસીઓને આગમનને લીધે 1.65 કરોડની આવક થઈ હતી.
પાટણની આ ઐતિહાસિક રાણીની વાવ ગુજરાતનું ગૌરવવંતુ આભૂષણ છે. રાણકી વાવનો યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરાયો છે. રાણકી વાવનો ઈતિહાસ પણ અનેરો છે. અણહિલપુર પાટણનાં રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બંધાવેલી આ વાવ તેમના રાજા પ્રત્યેના અમરપ્રેમનું પ્રતીક છે . તેને તળપદી ભાષામાં ‘ રાણકીવાવ ' કહે છે. જે ગુજરાતમાં પ્રાચીન ધરોહરોનો અમૂલ્ય ખજાનો છે. જેને જોવા અને જાણવા માટે લોકો ખુબ આતુર રહેતા હોય છે.
પાટણમાં આવેલી ઐતિહાસ રાણકી વાવ શિલ્પ અને સ્થાપત્યની કળાને જોડતો બેજોડ નમૂનો છે. ઐતિહાસિક રાણકી વાવ હજાર વર્ષ જૂની હોવાનું કહેવાય છે. ગુજરાતની પ્રાચીન રાજધાની અને ઐતિહાસિક નગરી પાટણ તેની બેનમૂન વિશ્વ વિરાસત રાણકીવાવથી જગ વિખ્યાત બની છે. દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ ઐતિહાસિક વિશ્વ વિરાસત રાણકીવાવ નિહાળવા માટે આવી રહ્યા છે. જેથી પુરાતત્વ વિભાગની તિજોરીને કરોડોની આવક થાય છે. વર્ષ 2024 માં કુલ 3.62 લાખ ભારતીય અને 3400 વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવ નિહાળી હતી. જેના કારણે વર્ષ 2024માં કુલ 1.65 કરોડની આવક થઈ હતી. જે ગત વર્ષ કરતા 2024માં 33 હજાર પ્રવાસીઓનો વધારો થયો છે.
ઐતિહાસિક નગર પાટણ તેના ભવ્ય ભુતકાળની સાથે સાથે અહીંના દેવડા , પટોળા , કોટ - કિલ્લા , દરવાજાઓ અને વિશ્વની યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ ભવ્ય અને ઐતિહાસિક વિશ્વ વિરાસત રાણીની વાવ અને સહસ્ત્રલીંગ તળાવથી સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. બીજી બાજુ આંકડાઓની વાત કરીએ તો પુરાતત્વ વિભાગને રૂપિયા 40 ટીકીટના દર મુજબ રૂ.1,44,81320 ની આવક થઇ હતી. પ્રત્યેક વિદેશી નાગરીક માટે ટીકીટનો દરનો દર રૂા . 600 રાખવામાં આવ્યો છે. ત્યારે વર્ષ 3449 પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા કુલ રૂા .20,69,400 ની આવક થઇ હતી. આમ છેલ્લા એક વર્ષમાં કુલ 3,65,482 પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા કુલ રૂ .1,65,50,720 ની આવક થઇ હતી. (File photo)