For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટઃ ITI વિદ્યાર્થીઓએ અનોખી કારનો મોડલ કર્યું તૈયાર

03:42 PM Apr 30, 2025 IST | revoi editor
રાજકોટઃ iti વિદ્યાર્થીઓએ અનોખી કારનો મોડલ કર્યું તૈયાર
Advertisement

રાજકોટઃ રાજકોટના વિદ્યાર્થીઓની સફળતાએ સાબિત કર્યું કે મહેનતથી સપના સાકાર થાય છે. ધોરણ 10 અને 12 ભણેલા અને ITIના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ અનોખી કારનું મોડેલ બનાવ્યું છે. વિદ્યાર્થીઓએ તેમની મહેનત અને ટેક્નિકલ કુશળતાથી ઈલેક્ટ્રિક મોડેલ કાર તૈયાર કરી છે.

Advertisement

રાજકોટના વિદ્યાર્થીઓના ટેલેન્ટના કાર કંપનીઓએ પણ વખાણ કર્યા છે. ITIના 18 વિદ્યાર્થીઓએ સોલારથી ચાલતી ઈલેક્ટ્રિક કાર બનાવી છે. આ કારનું મોડેલ જોઈને 18માંથી 14 વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન જ નોકરીની ઓફર મળી છે .વિદ્યાર્થીઓએ જે ડેમો કાર બનાવી એ કાર જો ભારતમાં લોન્ચ કરવામાં આવે તો અનેક ગણો ફાયદો પણ થશે.

આ કાર લોન્ચ થાય તો વીજળીની પણ બચત થાય ઉપરાત પેટ્રોલ અને ગેસની પણ બચત થાય જેથી દેશમાં એક અનોખી ક્રાંતિ આવી શકે છે. આ કાર સોલાર ઉર્જાથી ચાલતી હોવાથી આ કારમાં કોઈ પ્રકારના ઈંધણનો ખર્ચ થશે નહીં. માત્ર કારના મેન્ટેન્સસનો જ ખર્ચ થશે. કારમાં એક સોલાર પેનલ લગાવવામાં આવી છે જે સૂર્યના કિરણોથી ચાર્જ થશે અને આ કાર તે ઉર્જાથી જ ચાલશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement