હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ, દૂધેશ્વરમાં મકાનનું ધાબુ ધરાશાયી

05:32 PM Jun 17, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરમાં ગઈકાલ સાંજથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. ત્યારે શહેરના દુધેશ્વર વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે આવેલી ધર્મિ સોસાયટીમાં જર્જરીત એક ફલેટના ભાગનું ધાબુ તથા સંપૂર્ણ સીડી અને જર્જરિત ઈમારતનો અમુક ભાગ ધરાશાયી થયો હતો. જેના કારણે કેટલાક લોકો ફસાયા હતા. આ બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો, અને ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સીડીની મદદથી નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

Advertisement

સોમવારે સાંજે ત્રણ કલાક ધોધમાર વરસાદ બાદ આજે વહેલી સવારે અમદાવાદ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ચાંદખેડા, ગોતા, થલતેજ, પ્રહ્લાદનગર, બોપલ, મકરબા, વેજલપુર, સરખેજ, એસ.જી સહિતના વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વહેલી સવારે ઓફિસ જવા નીકળેલા લોકો વરસાદના કારણે અટવાયા હતા. ગત 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

અમદાવાદ શહેરમાં વિજળીના કડાકા ભડાકા ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર,એસ.જી. હાઇવે , માનસી , બોડકદેવ, વેજલપુર, પકવાન, ઇસ્કોન,સેટેલાઇટ, નવરંગપુરા વિસ્તારમાં વરસાદ શાહીબાગ,દિલ્હી દરવાજા વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતો.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharahmedabadBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsrainy weatherSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article