For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં આજે 64 તાલુકામાં પડ્યો વરસાદ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

05:07 PM Sep 29, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં આજે 64 તાલુકામાં પડ્યો વરસાદ  ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
Advertisement
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ અપાયુ,
  • સોમવારે બપોર સુધીમાં જુનાગઢના માંગરોળમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો,
  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ રાખી

અમદાવાદઃ ગુજરાતમાં આજે સોમવારે બપોરના 2 વાગ્યા સુધીમાં 64 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં જુનાગઢના માંગરોળમાં 4 ઈંચથી વધુ, તેમજ કેશોદ, ઊના,તલાળા,માળિયા હાટિના, પાટણ- વેરાવળ સહિત 64 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે સવારથી આકાશમાં ઘનઘોર વાદળો છવાતા અને હવામાનમાં ઉકળાટ વધતા વરસાદ તૂટી પડશે એવો માહોલ સર્જાયો છે. દરમિયાન  હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં વરસાદ થતાં ખેલૈયા અને આયોજકોમાં ચિંતાની સાથે નિરાશા છવાઇ ગઇ છે.

Advertisement

રાજ્યમાં શિયાળાના આગમનને એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ફરી વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ખરીફ પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે હવે વરસાદ પડશે તો ખેતીના પાકની નુકસાન જશે એવું ખેડૂતો કહી રહ્યા છે. આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે 29 સપ્ટેમ્બરના રોજ યોજાનારી BSC, BCA અને BBAની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મોકૂફ રખાયેલી પરીક્ષાઓની નવી તારીખો યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement