હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના આજે અંતિમ દિવસે મેઘરાજાએ ભાવિકોને ભીંજવ્યા

05:45 PM Sep 07, 2025 IST | Vinayak Barot
Advertisement

અંબાજીઃ માતા શક્તિના હૃદય સ્થાન સમાં યાત્રાધામ અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળાનો આજે રવિવારે અંતિમ દિવસ હતો. ભાદરવી પૂનમના મહામેળાના 7 દિવસમાં 36 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. આજે ચંદ્રગ્રહણને કારણે મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો હતો. આજે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી. ગ્રહણને લીધે સવારે 10થી 12 વાગ્યા સુધી મંદિર બંધ રહ્યું હતુ. બપોરે 12થી 12:30 દરમિયાન માતાજીની શયન આરતી થઈ હતી, અને 12:30થી સાંજે 5 વાગ્યા સુધી  જાળીમાંથી દર્શનની પરવાનગી આપવામાં આવી હતી. ગ્રહણના કારણે બપોરે 12:30 પછી મંદિરના શિખરે ધજા પણ ચઢાવવામાં આવી ન હતી. અને સાંજે 5 વાગ્યા પછી મંદિર દર્શન માટે બંધ કરવામાં આવ્યુ હતુ.

Advertisement

યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો, જે બપોર બાદ ધોધમાર વરસાદમાં ફેરવાયો હતો. અંબાજીમાં ભાદરવી પૂનમનો મહા મેળોમાં આજે અંતિમ દિવસે મેઘરાજાએ ભાવિકોને ભીંજવ્યા હતા. વરસતા વરસાદમાં શ્રદ્ધાના અખૂટ સાગરમાં ભક્તોનો પ્રવાહ જોવા મળી હતો. વરસાદી માહોલમાં ઘૂટણસમા પાણીમાં પણ ભાવિકો દર્શન માટે પહોચ્યા હતા.

Advertisement

અંબાજી મંદિર તરફ જતા રોડ પર ઘૂંટસમા પાણી ભરાયા હતા. હંગામી ધોરણે લગાવવામાં આવેલા સ્ટોલોમાં પણ પાણી ઘૂસતા વેપારીઓને નુકસાન સહન કરવું પડ્યું. મહા મેળામાં દર્શનાર્થે આવેલા યાત્રાળુઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભક્તો વરસાદી પાણીમાં ભીંજાઈને અને કાદવમાંથી પસાર થઈને માતાજીના દર્શન માટે પહોંચતા જોવા મળ્યા હતા

.

 

 

Advertisement
Tags :
Aajna SamacharambajiBhadarvi Poonam Mela's last dayBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsrain drenches devoteesSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article