હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

મધ્યરાત્રી બાદ અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

12:05 PM May 29, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાતભરમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહીના પગલે ગત રાત્રે અને સવારના સમયે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. રાત્રે ગાજવીજ સાથે ભારે પવન પવન પણ ફૂંકાયો હતો. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

પશ્ચિમ રાજસ્થાન અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે અને ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરિયાકાંઠામાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાશે.આ સાથે જ અંબાજી દાંતા પંથકના વાતાવરણમાં પલટો આવતા મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. હાઇવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંબાજીની દુકાનોમાં, ઘરોમાં પણ પાણી ભરાય જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મહિસાગર જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. લુણાવાડા, ખાનપુર અને કડાણા તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવા હતો.

અમદાવાદમાં મોડી રાતે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે અચાનક જ વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની શરૂઆત લગભગ અઢીથી ત્રણ વાગ્યાના સુમારે થઇ હતી. જોકે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં અચાનક જ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

Advertisement

અમદાવાદમાં ગત રાત્રે એસ.જી.હાઈવે, જુહાપુર-સરખેજ, વટવા, ઘોડાસર, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, શાહીબાગ, ઈન્કમટેક્સ, નવરંગપુરા, મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે ધડબડાટી બોલાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પહેલાથી જ વરસાદની આગાહી કરી હતી અને તે સાચી પણ પડતી દેખાઈ રહી છે. આ સાથે થોડા દિવસો સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Advertisement
Tags :
Aajna Samacharalong with strong winds.At midnightBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharincluding AhmedabadLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsrain lashed several areasSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article