For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

06:27 PM Jul 07, 2025 IST | revoi editor
નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી  500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
Advertisement
  • આજે સવારે 6 વાગ્યે પૂર્ણા નદીની જળસપાટી 50 ફૂટે નોંધાઈ,
  • શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,
  • અંબિકા નદી 27 ફૂટ અને કાવેરી નદી 13 ફૂટે વહી રહી છે

નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી સમયાંતરે ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદને લીધે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂર્ણા નદી 26 ફૂટની સપાટીએ વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ  જોકે ધીમેધીમે પૂરના પાણી ઓસરતા ભયજનક સપાટી 23 પર આવી જતા લોકોએ રાહતને શ્વાસ લીધો હતો.  શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ઘણા વિસ્તારોમાં પાણીને લીધે વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી.

Advertisement

નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સારોએવો વરસાદ પડ્યો છે. તેમજ ઉપરવાસમાં બારે વરસાદને લીધે પૂર્ણા નદીએ ભયજનક સપાચી વટાવી છે. પૂર્ણા નદી 26 ફૂટની સપાટીએ વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ  જોકે ધીમેધીમે પૂરના પાણી ઓસરતા ભયજનક સપાટી 23 પર આવી જતા લોકોએ રાહતને શ્વાસ લીધો હતો. મોડી રાત્રે  નદીની સપાટી સ્થિર રહ્યા બાદ પાણીનું સ્તર ઘટવાનું શરૂ થયું છે. સવારે 6 વાગ્યે પૂર્ણા નદીની જળસપાટી 24.50 ફૂટે નોંધાઈ હતી. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાંસદામાં સૌથી વધુ 90 મિમી, નવસારીમાં 68 મિમી, ચીખલીમાં 64 મિમી અને ગણદેવીમાં 61 મિમી વરસાદ નોંધાયો છે.

જિલ્લાના જૂજ ડેમની સપાટી 164.70 ફૂટ (ઓવરફ્લો લેવલ 167.50) અને કેલીયા ડેમની સપાટી 111.25 ફૂટ (ઓવરફ્લો લેવલ 113.40) નોંધાઈ છે. અન્ય નદીઓમાં અંબિકા નદી 24.27 ફૂટ (ભયજનક સપાટી 28 ફૂટ) અને કાવેરી નદી 13 ફૂટ (ભયજનક સપાટી 19 ફૂટ)ની સપાટીએ વહી રહી છે. પાણીનું સ્તર ધીમે ધીમે ઘટતા અસરગ્રસ્તો અને તંત્રને રાહત થઈ છે.

Advertisement

 

Advertisement
Tags :
Advertisement