For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ 40 હજારની લાંચ લેતા પકડાયા

04:30 PM Aug 07, 2025 IST | Vinayak Barot
સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ 40 હજારની લાંચ લેતા પકડાયા
Advertisement
  • પીએસઆઈએ આરોપીને ન મારવા માટે લાંચ માગી હતી,
  • ACBએ ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવીને પીએસઆઈને રંગેહાથ પકડી પાડ્યા,
  • પીએસઆઈની અટકાયત કરીને એસીબીએ વધુ તપાસ હાથ ધરી

સુરતઃ શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને આરોપી પાસેથી રૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. એક ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા તેમજ ઝડપી જામીન પર છોડવા માટે પીએસઆઈ લીંબોલાએ રૂપિયા 40 હજારની લાંચ માગી હતી. આ અંગે આરોપીએ એસીબીમાં ફરિયાદ કરતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. અને એસીબીએ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતા પીએસઆઈને લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ પીએસઆઈ એમ. જી. લીંબોલા કરી રહ્યા હતા. તપાસ દરમિયાન, પીએસઆઈ લીંબોલાએ આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસે 40,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો. એસીબીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું હતુ. 6 ઓગસ્ટ, 2025ના રોજ, સરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ ટ્રેપ દરમિયાન પીએસઆઈ લીંબોલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને 40,000ની લાંચ સ્વીકારી હતી. આ જ સમયે એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. લાંચની રકમ 40,000 પણ તેની પાસેથી પરત મેળવી લેવામાં આવ્યા હતા.

એસીબી દ્વારા આરોપી પીએસઆઈ એમ. જી. લીંબોલાને ડિટેઈન કરવામાં આવ્યો છે. અને તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં ભરૂચ ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. શિંદે અને વડોદરા ગ્રામ્ય ACBના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ. જે. ચૌહાણ તથા તેમની ટીમોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ACB, વડોદરા એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બી.એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement